Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ અમદાવાદ શહેર પોલીસના ‘પહેલ’ સેમિનારનો કરાવ્યો પ્રારંભ

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર પોલીસના ‘પહેલ’ સેમિનારનો પ્રારંભ કરાવ્યો હતો. આ સેમિનારમાં પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બને અને પોલીસ પ્રજાની મિત્ર છે એવી ભાવના જનમાનસમાં જાગે તે અંગે 150 જેટલા વિવિધ નિષ્ણાતો, પોલીસ અધિકારીઓ સામૂહિક ચિંતન-મનન માટે જોડાયા હતા.

    "પહેલ " પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદના 15 હજારથી વધુ પોલીસ કર્મચારીઓને તબક્કાવાર તાલીમ આપવામાં આવશે. પોલીસ સબ ઈન્સપેક્ટરથી લઈને પોલીસ કોન્સ્ટેબલ, ટ્રાફિક જવાન, ટ્રાફિક બ્રિગેડને તાલીમ આપવામાં આવશે. સ્ટ્રેસ મેનેજમેન્ટ, મીડિયા મેનેજમેન્ટ, પબ્લિક પોલીસીંગ જેવી બાબતો અંગે પણ તાલીમ આપવામાં આવશે.

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કર્મચારી નહીં , કર્મયોગી બનાવવાનું  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.

    ગુજરાત પોલીસના નવતર પ્રયોગ એવા " પહેલ" કાર્યક્રમમાં પ્રજાનો પણ સહયોગ મળી રહેશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply