રાજકોટ કલેકટરની રાજકોટમાં ચાલી રહેલા લોકમેળાને એક દિવસ લંબાવવાની જાહેરાત
Live TV
-
રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ રાજકોટમાં ચાલી રહેલો લોકમેળો એક દિવસ લંબાવવાની જાહેરાત કરી છે.
આ અંગે તેમણે જણાવ્યું છે કે, મેળાને વધુ એક દિવસ લંબાવવા લોકોની માંગણીને ધ્યાને લઈને તેમજ શ્રાવણ માસનો સોમવાર આવતો હોવાથી લોકો મેળો મન ભરીને માણી શકે તે માટે મેળો એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવાયો છે. હવે મેળો ૨૨મી ઓગસ્ટ સુધી ચાલશે.
આ લોકમેળો ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો.
