રાજપીપળામાં રત્નસિંહજી મહીડા મેમોરિયલ એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રત્નસિંહજી મહીડા મેમોરિયલ એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો
રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાના ૫૩ તાલુકાના આદિજાતિ સમુદાયનો સર્વગ્રાહી ઉત્કર્ષ પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
નર્મદા જિલ્લામાં શિક્ષણ જગતના સ્વ.રત્નસિંહ મહીડાના નામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રત્નસિંહ મહીડા મેમોરિયલ એવોર્ડની શરૂઆત કરવામાં આવી.
આ એવોર્ડ શિક્ષણ જગતમાં કરેલ સારી કામગીરી બદલ પ્રથમ વર્ષે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી-રાજપીપળાના પ્રથમ કુલપતિ ડૉ. મધુકર પાડવી અને અને આંધ્ર યુનિવર્સિટી-વિશાખાપટ્ટનમના પ્રથમ આદિવાસી મહિલા વી.સી. ડૉ.એસ પ્રશન્નાશ્રીને આપવામાં આવ્યો.
રત્નસિંહ મહીડા કે જેમની ભરૂચ અને નર્મદા જિલ્લામાં 72 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે. આ એવોર્ડનો વિચાર તેમના પૌત્રી વિરાજબા મહીડાને આવ્યો અને આ બિરસા મુંડા જન્મ જ્યંતી વર્ષમાં તેની શરૂઆત કરવામાં આવી.
રત્નસિંહ મહીડા કે જેમણે આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધાર્યો હતો અને હાલ પણ તેમની સંસ્થાઓ થકી આદિવાસી વિસ્તારના બાળકો વિનામૂલ્યે શિક્ષણ લઈ રહ્યા છે.
વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ યોગદાન આપનારા આદિવાસી સમાજના વ્યક્તિઓને પુરસ્કારથી સન્માનવાનો ઉપક્રમ આદિજાતિ ઉત્કર્ષને નવી પ્રેરણા આપશે.
સ્વ.રત્નસિંહજી મહિડાના સમર્પણ અને અવિરત સેવા કાર્યથી આદિવાસી સમાજના સશક્તિકરણના પરિણામે અસંખ્ય લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું