રાજયમાં સિઝનનો સરેરાશ 100.17 ટકા વરસાદ વરસ્યો
Live TV
-
રાજયમાં વરસાદી માહોલ વચ્ચે સિઝનનો સરેરાશ 100.17 ટકા વરસાદ નોંધાયો. સૌથી વધુ કચ્છમાં 155.36 ટકા તો પૂર્વ ગુજરાતમાં સૌથી ઓછો 82.28 ટકા, ઉત્તર ગુજરાતમાં 107.49 ટકા, સૌરાષ્ટ્રમાં 89.44 ટકા, દક્ષિણ ગુજરાતમાં 108.31 ટકા વરસાદ વરસ્યો. રાજયના કુલ 207 જળાશયો 81.48 ટકાથી વધુ, જયારે સરદાર સરોવરમાં 90.77 ટકાથી વધુ જળસંગ્રહ થયો. ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. મહેસાણા જિલ્લામાં 8 ઈંચ, મોરબીમાં 5 ઈંચ, બેચરાજીમાં 5 ઈંચ અને રાધનપુરમાં પણ લગભગ 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. આ ઉપરાંત વિસનગર, ઈડર અને પાટણ તાલુકામાં 4 ઈંચ તો વિજાપુર, સરસ્વતી, અમીરગઢ, પોશીના, માણસા, જોટાણા અને હિંમતનગર સહિત 9 તાલુકામાં 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. જયારે સાંતલપુર, ઊંઝા, સિધ્ધપુર, પ્રાંતિજ, કડી સહિતના 15 તાલુકામાં 2 ઈંચથી જેટલો વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી રાજયમાં વરસાદનું જોર ઘટશે.
