રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે નિરમા યુનિવર્સિટી ખાતે નવા ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી,કૌશલ્ય વિકાસ અને સાહસિકતા રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે અમદાવાદની નિરમા યુનિવર્સિટી ખાતે નવા ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કેટલાક સફળ સ્ટાર્ટ અપ્સનું સન્માન કર્યું.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી કુબેર ડીંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા. ચંદ્રશેખરે આજે બપોરે મહેસાણાની ખેરવા ખાતેની ગણપત યુનિવર્સિટીમાં ઇન્ક્યુબેશન સેન્ટરની મુલાકાત લેશે જ્યાં તેમને સ્ટાર્ટઅપ્સ દ્વારા પ્રોડક્ટ શોકેસનું નિદર્શન કરાવવામાં આવશે. તેઓ યુનિવર્સિટીમાં સેન્ટર ઑફ એક્સેલન્સ ફોર ટેલિકોમની પણ મુલાકાત લેશે.
આવતીકાલે ચંદ્રશેખર આણંદમાં ચરોતર વિદ્યા મંડળ યુનિવર્સિટી અને ત્યારબાદ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે ભારતમાં નવા દાયકાની ટેકનોલોજી અંગે વાતચીત કરશે.
દેશભરના વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ અપ્સને ઉભરતી ટેકનોલોજીમાં કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવાનાં ઉદ્દેશ્યથી ચંદ્ર શેખર વિવિધ રાજયોની મુલાકાતે છે.
