રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1059 નવા કેસ અને 909 દર્દીને રજા અપાઈ
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1059 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 909 દર્દીને રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 327 અને વડોદરામાં 162 કેસ, રાજકોટમાં 114 અને સુરતમાં 74 કેસ, ગાંધીનગરમાં 56 અને મહેસાણામાં 35 કેસ, અમરેલીમાં 31 અને સાબરકાંઠામાં 26 કેસ, ભાવનગરમાં 24 અને જામનગરમાં 22 કેસ, પાટણમાં 21 અને નવસારીમાં 20 કેસ, આણંદ અને વલસાડમાં 17-17 કેસ, દ્વારકામાં 15 અને મોરબીમાં 13 કેસ, બનાસકાંઠા, ભરૂચ અને કચ્છમાં 12-12 કેસ, અરવલ્લીમાં 9, પંચમહાલ અને તાપીમાં 8-8 કેસ, ગીર-સોમનાથ અને મહીસાગરમાં 4-4 કેસ, જૂનાગઢમાં 5, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 3-3 કેસ, દાહોદમાં 2, બોટાદ, ખેડા અને ડાંગમાં 1-1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 6407 પર પહોચ્યો છે. આ પૈકી 4 દર્દી વેન્ટિલેટ પર છે. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 6403 છે. જ્યારે અત્યાર સુધીમાં 12,40,332 દર્દી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,971 દર્દીના મોત થયા છે.
આજે રાજ્યમાં કુલ 226121 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં રસીના કુલ 11.73 કરોડથી વધુ ડોઝ અપાયા છે તેમજ રાજ્યમાં કોરોના સામે સાજા થવાનો દર 98.62 ટકા પહોંચી ગયો છે જે રાહતની વાત છે.
