Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 230 તાલુકાઓમાં વરસાદ વરસ્યો

Live TV

X
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 230 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.. સૌથી વધુ નવસારીના વાંસદામાં સાડા સાત ઇંચ, વઘઇમાં સાડા છ ઇંચ, કપરાડામાં પોણા છ, તાપીના ડોલવણ અને વલસાડના ધરમપુરમાં સાડા પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.

    ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 59 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના 57 ડેમ હાઇ એલર્ટ પર, 13 ડેમ એલર્ટ પર જ્યારે 12 ડેમ ચેતવણી પર મૂકવામાં આવ્યાં છે.. હવામાન વિભાગે આજથી સાતમી ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. જ્યારે વરસાદને કારણે એસ.ટી.ના ચાર રૂટ અને છ રસ્તા બંધ કરાયા છે, જેને વરસાદી પાણી ઓસરતા ફરી શરૂ કરવામાં આવશે.

    આ વરસાદને કારણે સિઝનમાં 69 લાખ 66 હજાર હેક્ટરમાં ખરિફ પાકનું વાવેતર કરાયું છે..જે આ વર્ષે અત્યાર સુધીનું 81.39 ટકા વાવેતર નોંધાયું છે.. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ દાદરાનગર હવેલીમાં છુટછવાયા વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply