Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ભારે વરસાદને કારણે વિવિધ ડેમોમાં નવા નીરની આવક, 18 ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ

Live TV

X
  • 170 ડેમમાં 70 ટકા કે તેથી ઓછુ પાણી છે. કચ્છના 20 ડેમોમાં 50 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે, દક્ષિણ ગુજરાતના 3, સૌરાષ્ટ્રના બે એમ કુલ 14 ડેમ છલોછલ થયા છે.

    રાજ્યમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદને પગલે વિવિધ ડેમોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યના 36 ડેમ પર હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગના સિગ્નલ આપવામાં આવ્યા છે. જે પૈકી 18 ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતા હાઈએલર્ટના સિગ્નલ અપાયા છે. 8 ડેમોમાં 80 ટકાની આસપાસ પાણીનો સંગ્રહ થતા એલર્ટના સિગ્નલ આપવામાં આવ્યા છે. આ સિવાય 170 ડેમમાં 70 ટકા કે તેથી ઓછુ પાણી છે. કચ્છના 20 ડેમોમાં 50 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે, દક્ષિણ ગુજરાતના 3, સૌરાષ્ટ્રના બે એમ કુલ 14 ડેમ છલોછલ થયા છે.

    રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પાણીની આવક વધી છે સાથે ડેમ ઓવરફ્લો થઇ રહ્યા છે. ઉપરવાસમાં સારો વરસાદ પડતા મોરબી જિલ્લાના મચ્છુ ડેમમાં પાણીની પુલ પ્રમાણમાં આવક થઇ છે. મોરબી જિલ્લાના મચ્છુ 3 ડેમ ના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને પગલે ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા મોરબી માળીયાના ૨૦ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટમાં ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર ડેમ 2 માં પુષ્કળ પાણીની આવક થતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમમાં 2,021 ક્યુસેક પાણીની આવકના પગલે ધોરાજીથી પોરબંદર સુધીના દરિયાકાંઠાના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં શેત્રુંજી ડેમની સપાટી 24  ફૂટ પહોંચી ગઈ છે. બગડ ડેમ હજુ પણ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. ઉપરવાસના વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પણ નવા પાણીની આવક થઇ હતી. સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કાકણે જિલ્લાનો સૌથી મોટો ઓઝત 2 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ઓઝત 2 ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply