Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસ માટે કચ્છની મુલાકાતે, એરફોર્સ સ્ટેશનથી તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા

Live TV

X
  • ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આનંદની લાગણી વ્યક્ત કરી

    દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસ માટે કચ્છની મુલાકાતે છે, ત્યારે આજે તેમનું કચ્છની ધરા ઉપર ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયા, કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા, ભુજ આર્મી સ્ટેશનના ડેપ્યૂટી કમાન્ડન્ટ કર્નલ અમિત, રેન્જ આઈ.જી. ચિરાગ કોરડીયા, કચ્છ બી.એસ.એફ.ના ડીઆઇજી અનંતકુમાર, જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પણ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. એરફોર્સ સ્ટેશનથી તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. 

    ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આનંદની લાગણી વ્યક્ત કરી

    કચ્છની મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ ધોરડોમાં સફેદ રણમાં કેમલ સફારીની સવારી કરીને સૂર્યાસ્તનો આહલાદક નજારો નિહાળ્યો હતો. રાષ્ટ્રપતિએ સફેદ રણની રમણીય સાંજને માણતા માણતા કેવી રીતે ધોરડો ગામે દુનિયાના “બેસ્ટ ટુરિઝમ વિલેજ”નો ખિતાબ હાંસલ કર્યો તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. કચ્છના રણની મુલાકાત દરમિયાન ધોરડો ગામના સરપંચ મિયાં હુસેને આ સ્થળ કેવી રીતે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું, તેના વિશે રાષ્ટ્રપતિને અવગત કરાવ્યા હતા. સરપંચે રાષ્ટ્રપતિને જણાવ્યું હતું કે, આજે સફેદ રણ અને રણોત્સવના કારણે વિશ્વભરના પર્યટકો અહીં આવે છે. રણ વિસ્તારના તબક્કાવાર વિકાસ, ધોરડો ગામના પ્રવાસનના કેન્દ્ર બનવા સાથે સ્થાનિક લોકોને રોજગારી ઉપલબ્ધ થઈ તે જાણીને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

    પ્રવાસીઓનું અભિવાદન ઝીલીને ધોરડોના વિકાસ માટેના પ્રયાસોને બિરદાવ્યા

    આ ઉપરાંત, રાષ્ટ્રપતિએ ધોરડો સફેદ રણની મુલાકાતે આવેલા પ્રવાસીઓનું અભિવાદન ઝીલીને ધોરડોના વિકાસ માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ મુલાકાત દરમિયાન ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, કચ્છ સાંસદ વિનોદ ચાવડા, ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર એસ.છાકછુઆક, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, મદદનીશ કલેક્ટર ઇ.સુસ્મિતા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નિવાસી અધિક કલેકટર મિતેષ પંડ્યા, ગુજરાત પ્રવાસન નિગમના જનરલ મેનેજર ચેતન મિસણ, ભુજ પ્રાંત અધિકારી ડૉ. અનીલ જાદવ, જિલ્લા પુરવઠા અધિકારી અર્શી હાસમી, નાયબ વન સંરક્ષક બી.એમ.પટેલ, ભુજ ગ્રામ્ય મામલતદાર એ.એન.શર્મા સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.‌

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply