વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે
Live TV
-
વડાપ્રધાન મોદી દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં 77 હજાર કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓની કરાવશે શરૂઆત. વડોદરા, અમદાવાદ અને ભુજમાં કરશે ભવ્ય રોડ શો - તેમના સ્વાગત માટે જનતામાં ભારે ઉત્સાહ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. તેઓ દાહોદમાં 24 હજાર કરોડની અને ભૂજમાં 54 કરોડથી વધુના વિકાસકાર્યોની વિવિધ પરિયોજનાઓનું ખાત્ મુર્હૂત અને લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.આ પ્લાન્ટ આગામી 11 વર્ષમાં એક હજાર બસ્સો માલગાડીના ઇલેક્ટ્રિક એન્જિનનું ઉત્પાદન કરશે. વડાપ્રધાન મોદી દેશનું પ્રથમ અત્યાધુનિક ઇલેક્ટ્રિક 9 હજાર હોર્સપાવર ઇલેક્ટ્રિક એન્જિનનું પણ દેશને સમર્પિત કરશે. આ દેશનું સૌથી શક્તિશાળી સિંગલ એન્જિન છે. જેનાથી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 5,000 ટન વજનની માલગાડીઓની અવરજવર સુનિશ્ચિત થશે. ત્યાર બાદ તેઓ ભુજ જવા રવાના થશે. આ ઉપરાંત તેઓ અમદાવાદમાં રોડ શો પણ કરશે તેમજ 27મી મેના રોજ તેઓ ગાંધીનગરની પણ મુલાકાત પણ લેશે અને ગુજરાત શહેરી વિકાસની 20મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેશે તેમજ શહેરી વિકાસ વર્ષ 2025નો પ્રારંભ કરશે. આ પ્રસંગે તેઓ ઉપસ્થિત લોકોને સંબોધિત પણ કરશે.
PM મોદી ભુજ ખાતેથી 53 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. કંડલા પોર્ટ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર પ્લાન્ટ, પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાનના વિકાસકાર્યો સામેલ છે. માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો
વડાપ્રધાન મોદી પહેલા વડોદરા એરપોર્ટ પહોચશે. એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી રોડ શો કરશે. આ રોડ શો માટે જિલ્લા વહિવટી વિભાગે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે. વડાપ્રધાનની મુલાકાતને લઈ સમગ્ર શહેરમાં ઉત્સાહ ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત શહેરી વિકાસ યોજનાના 20 વર્ષની ઉજવણીના ભાગરૂપે તેઓ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદમાં એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે એરપોર્ટ ખાતેથી રોડ શોના રૂટની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યો, ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.