Skip to main content
Settings Settings for Dark

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરી ફેરિયાઓ માટે સ્વનિધિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભારતના આઝાદીના 75મા વર્ષે તેના સુવર્ણ ઈતિહાસ સંસ્કૃતિ અને સિદ્ધિઓની ઉજવણીના ભાગરૂપે "આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણીના ભાગરૂપે PMSVANidhi યોજના અંતર્ગત શહેરી ફેરીયાઓ માટે સ્વનિધિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચનમાં મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂો વડોદરામાં પણ પી.એમ.સ્વનિધી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ટકાવારીની દ્રષ્ટીએ બેંક લોન આપવામાં વડોદરા પ્રથમ ક્રમે છે. પી.એમ.સ્વનિધી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના છે. કોરોનાથી વૈશ્વિક મહામારીમાં શેરી ફેરિયા અને ધંધો રોજગાર કરતા લારી ગલ્લાના વેપારીઓના ધંધા રોજગાર પર માઠી અસર પડતા આ વેપારીઓને ફરી પગભર બનાવવાના હેતુથી પી.એમ.સ્વનિધી યોજના લોન્ચ કરવામાં આવી છે. ખુબ જ સરળતાથી રૂ.૧૦ હજાર અને રૂ. ૨૦ હજારની લોન મળી રહે તે માટે સમગ્ર ભારતમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે માટે  વડોદરા મહાનગરપાલિકાએ વિવિધ વિભાગો સાથે સંકલન કરીને ઝુંબેશના ભાગરૂપે વોર્ડ વાઇઝ કેમ્પ તેમજ મામલતદાર કચેરી વાઈઝ આયોજન કરી લાભાર્થીઓના સંર્વાંગી વિકાસ માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઇ-શ્રમ કાર્ડ સાથે જ સરકારથીની કોવિડ વેક્સિનેશન અને વિવિધ પ્રકારના લાભો આપવામાં આવ્યા છે. ઉપરાંત રિડલ ડેવલોપમેન્ટ ટ્રેનિંગ સાથે બહેનોને ડ્રોન ઉડાડવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. તેમજ ખૂબ બહોળા પ્રમાણમાં ડિજીટલ પેમેન્ટ થાય તે દિશામાં પણ કામ થઇ રહ્યા છે અને હાલ ૨૧,૬૬,૮૭૦ જેટલા ડિજીટલ ટ્રાન્સક્શન થઈ ચુક્યા છે.

    આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાની વૈશ્વિક મહામારીમાં પોતાનો ધંધો રોજગાર ગુમાવનાર શેરી ફેરીયા અને નાના વેપારીઓને ફરી બેઠા કરવા પી.એમ.સ્વનિધી યોજના લોન્ચ કરી છે. તેના ભાગરૂપે સ્વનિધી મહોત્સવ અંતર્ગત વિવિધ લાભાર્થીઓને લોન સહિતના લાભ આપવામાં આવી રહ્યા છે. પી.એમ.સ્વવિધી યોજના અંતર્ગત રૂ.૧૦,૦૦૦/- અને રૂ.૨૦૦૦૦ /-ની લોન આપવામાં આવી રહી છે. ઉપરાંત હવેથી રૂ.૫૦,૦૦૦/- સુધીની લોન પણ આપવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા શેરી ફેરિયા માટે લોન આપવાની અને આત્મનિર્ભર બનાવવાના હેતુથી જે કામગીરી અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે તે બાબતે પણ અભિનંદન પાઠવ્યા હતા. હાલમાં રૂ.૧૦,૦૦૦/-ની લોન તેમજ રૂ. ૨૦,૦૦૦/-ની લોન માટેના લાભાર્થીઓમાંથી ૯૯% લાભાર્થીઓને લોન આપી દેવામાં આવી છે. ડિજીટલ માધ્યમથી ચૂકવણુ કરવામાં આવશે તો દર મહિને રૂ.૧૦૦ લેખે બાર માસના રૂ. ૧,૨૦૦/-નું કેશબેક મળશે. ઉપરાંત લારી-ગલ્લા અને ફેરીયાઓ પોતાના ધંધા રોજગારના સ્થળે સ્વચ્છતા જાળવે તે ખૂબ જરૂરી છે. વધુમાં મેયરએ ૧૫મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રીના હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા અને પોતાના ઘર, ધંધા-રોજગાર, ઓફિસના સ્થળોએ, શાળા-કોલેજો વગેરે સ્થળોએ દેશની આન બાન શાન એવા તિરંગાને ફરકાવે તેવી અપીલ પણ કરી હતી અને આજે કારગીલ વિજય દિવસને યાદ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

    આ પ્રસંગે ડે. મેયર નંદાબેન જોષી, સ્થાયી સમિતિના, અઘ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ, શાસક પક્ષના નેતા અલ્પેશ લિમ્બાચીયા,આરોગ્ય સમિતિના અધ્યક્ષ ડૉ રાજેન્દ્ર શાહ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ હિતેશ પટણી, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ હેમાંગ જોષી, દિલ્હીથી પધારેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના મેનેજરથી વિદિત  સૈની સહિત સ્થાનિક સભાસદો તેમજ લાભાર્થી ભાઇ-બહેનો હાજર રહ્યા હતાં. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply