વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ વધતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો - ધર્મેન્દ્ર પ્રધાન
Live TV
-
પ્રથમ દિવસે હાજરી આપવા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મહેમાન બની આવ્યા હતા
સુરત ખાતે બે દિવસીય ઓડિશા પર્વની ઉજવણી ચાલી રહી છે. જેમાં પ્રથમ દિવસે હાજરી આપવા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મહેમાન બની આવ્યા હતા. દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવ ઉપર પ્રતિક્રિયા આપતા આ ભાવ વધારા માટે વૈશ્વિક બજારમાં ક્રૂડ ના ભાવ વધારાનું કારણ તેમણે સામે ધર્યું હતું. આ સાથે તેમણે કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે અમારી સરકારને યુ.પી.એ. સરકારના વારસામાં માત્ર દેવું જ મળ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ આયોજન ખૂબ સુંદર છે. સુરતમાં આશરે સાત લાખ જેટલા ઉડિયા વાસીઓ રહે છે. તેઓને આ પ્રકારના આયોજન થકી ઉત્તમ પ્લેટફોર્મ મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.