સરકારના વધુ 10 આઈએએસની બદલીના આદેશ
Live TV
-
ગુજરાત સરકારે ટુંક સમય બાદ ફરીથી આજે 10 આઈએએસની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.
આ પહેલા ગત 31 જુલાઈ 2024ના રોજ ગુજરાતના 18 આઈએએસની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. જેમાં રત્નાકંવરની સાબરકાંઠાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે,જ્યારે સુજીત કુમારની ભાવનગરના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નિમણૂકં કરાઈ છે.,નર્મદાના કલેક્ટર શ્વેતા તિઓટીયાની ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ડાયરેક્ટર(એડમિનિસ્ટ્રેશન) તરીકે નિમણૂક કરવામાં આવી છે. વધુ ચાર આઈએએસને કલેક્ટર બનાવવામાં આવ્યા છે.
આજે જે 10 આઈએએસની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા તેમાં કેડી લાખાણી, એસ.કે.મોદી, એન.એન.દવે, એસ.ડી.ધાનાણી, એનવી ઉપાધ્યાય, લલિત નારાયણસિંઘ સંધુ અને બી.જે.પટેલનો સમાવેશ થાય છે. જેમાં એસ.કે.મોદીને નર્મદાના અને એસ.ડી.ધાનાણીને પોરબંદરના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.