Skip to main content
Settings Settings for Dark

સુરતમાંથી ફરી 26.86 લાખ રૂપિયાના MD ડ્રગ્સ જપ્ત

Live TV

X
  • સુરતના કતારગામ માધવ ચોક પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 26.86 લાખની કિમંતનું 268.600 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને સુરત ડીલેવરી આપવા આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

    મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે આવેલા માધવ ચોક પાસેથી આરોપી શરીફખાન હાજીખાન નાયક ઉર્ફે જનકસિંહ ચૌહાણ અને ભરતભારથી અમૃતભારથી ગૌસ્વામી ને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓ બનાસકાઠા જિલ્લાના થરાદ તાલુકાના વતની છે. ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી પાસેથી 26.86 લાખની કિમંતનું 268.600 ગ્રામ એમડી ડ્રગ્સ, 3 મોબાઈલ ફોન, લેપટોપ, રોકડા રૂપિયા 11 હજાર મળી કુલ 27.77 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

    પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલો આરોપી ભરત ભારથી અમૃતભારથી ગૌસ્વામી અગાઉ રાજસ્થાનથી માલ લાવી ગોવામાં નાઈજીરીયન ઈસમને ડ્રગ્સની ડીલીવરી કરી ચુક્યો છે તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં એમડી ડ્રગ્સની ડીલીવરી કરતો આવેલ છે. પકડાયેલા બંને આરોપીઓના કબ્જામાંથી મળી આવેલો એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવીને સુરત શહેરમાં ડીલેવરી અર્થે લાવેલા હોવાનું જણાવ્યું હતું. બંને ઈસમો ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા સારું ડ્રગ્સની ડીલેવરીના કામે લાગી ગયા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ,માં ડીસીબી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અને પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    ડીસીપી ભાવેશ રોજીયાએ કહ્યું કે, કતારગામ પીપલ્સ ચાર રસ્તા માધવ ચોક પાસે બે ઈસમો એમડી ડ્રગ્સની ડીલીવરી કરવા આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરતા બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. રેડ દરમ્યાન આ બંને ઈસમોએ ભાગાભાગી કરી હતી પરંતુ પોલીસે સતર્કતાથી પીછો કરીને બંનેને પકડી લીધા હતા. આ બંનેમાંથી એકનું નામ શરીફખાન હાજીખાન નાયક ઉર્ફે જનકસિંહ ચૌહાણ છે બીજાનું નામ ભરતભારથી અમૃતભારથી ગૌસ્વામી ને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓ બનાસકાઠા જિલ્લાના થરાદ તાલુકાના વતની છે. આરોપી પાસેથી 268.600 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીઓની પૂછપરછ દરમ્યાન આં ડ્રગ્સ રાજસ્થાનથી લાવ્યા હતા અને સુરત શહેરમાં કોઈને દેવાના હતા હાલ આરોપીઓની પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક તપાસ દરમ્યાન એવું પણ જાણવા મળ્યું છે કે ભરતભારથી અમૃતભારથી ગૌસ્વામી અગાઉ ગોવામાં નાઈજીરીયન ઈસમને ડ્રગ્સની ડીલીવરી કરી ચુક્યો છે ગોવા અવાર નવાર જાય છે એ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ ડ્રગ્સની ડીલેવરી કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. તે રાજસ્થાનથી ડ્રગ્સ લાવતો હતો અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
apply