Skip to main content
Settings Settings for Dark

સુરત અને નર્મદા જિલ્લા માટે રૂ. 651 કરોડના ખર્ચે નિર્માણ થનાર તાપી-કરજણ લીફ્ટ યોજનાનું 92% કામ પૂર્ણ : ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે : જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલ

Live TV

X
  • સુરત અને નર્મદા જિલ્લાના 73 ગામોના 53,748 એકર વિસ્તારને મળશે લાભ

    જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, સુરત અને નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે સુવિધા પૂરી પાડવા રૂ. 651 કરોડના ખર્ચે નિર્માણધીન તાપી-કરજણ લિફ્ટ યોજનાનું 92% કામ પૂર્ણ થયું છે જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરાશે.

    આજે વિધાનસભા ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાણીનું એક પણ ટીંપુ વેડફાય નહીં અને ખેડૂતોને વધુ ને વધુ સિંચાઈની સુવિધા મળે એ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને અનેકવિધ સિંચાઈ યોજનાઓ અમલી બનાવી છે. તાપી-કરજણ લીફ્ટ  યોજના એ ભારતની પહેલી ઐતિહાસિક સિંચાઈ યોજના છે. જેમાં 212 મીટર ઊંચાઈ સુધી પાણી લિફ્ટ કરીને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાનું આયોજન છે. આ યોજના થકી સુરત અને ઉંમરપાડાના 73 ગામોમાં 53,748 એકર જમીનને સિંચાઈની સુવિધાનો લાભ મળશે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના 51 ગામોમાં 35,946 એકર વિસ્તાર અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના 22 ગામોમાં 17,802 એકર વિસ્તારનો સમાવેશ થાય છે.

    તેમણે ઉમેર્યું કે આ, યોજના થકી 99 હયાત ચેકડેમ તેમજ 4 નવા ચેકડેમો મળી કુલ 103 ચેકડેમોમાં પાણી ભરવામાં આવનાર છે  આ યોજના હેઠળ ચાર પંપિંગ સ્ટેશનનું પણ નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં ત્રણ પંપિંગ સ્ટેશનનું કામ પૂર્ણ થયું છે. જ્યારે બે પંપિંગ સ્ટેશનનું 70% કામ પૂર્ણ થયેલ છે જે સત્વરે પૂર્ણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું

    આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતનું વિધેયક વિધાનસભામાં રજૂ કર્યુ

    હાલ ગૃહના સભ્યો દ્રારા આ વિધેયક સંદર્ભે કરવામાં આવી રહીં છે વિગતવાર ચર્ચા

    રાજ્યમાં "ગુજરાત સ્ટેટ એલાઈડ એન્‍ડ હેલ્થકેર કાઉન્‍સિલ" દ્વારા ફિઝીયોથેરાપી કાઉન્‍સિલની તમામ કામગીરી પણ આવરી લેવામાં આવનાર હોઇ અલાયદી ફિઝીયોથેરાપી કાઉન્સિલની હવે જરૂરીયાત રહેતી નથી :- મંત્રી ઋષિકેશ પટેલ

     ગુજરાત સ્ટેટ કાઉન્સીલ ફોર ફિઝિયોથેરાપી રદ્દ થયા બાદ તેની  તમામ કામગીરી , કાઉન્સીલનું ફંડ , સંસાધનો, માનવબળ, તેમના તમામ અધિકાર અને જવાબદારીઓ “ગુજરાત સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ“ માં  તબદીલ થશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply