Skip to main content
Settings Settings for Dark

સોમનાથ હિટ વેવની આગાહીના પગલે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર

Live TV

X
  • જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હિટવેવ અંગેની અસરને ધ્યાને લેતા જાહેર જનતા માટે સાવધાની માટે કેટલાક સૂચનો અનુસરવા અનુરોધ કરાયો છે.

    રાજ્યમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાલ જિલ્લામાં હિટવેવ અંગેની અસરને ધ્યાને લેતા જાહેર જનતા માટે સાવધાની માટે કેટલાક સૂચનો અનુસરવા અનુરોધ કરાયો છે. રેડિયો સાંભળો, ટી.વી જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિષે ની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. વાઈ,હ્ર્દય,કીડની કે યકુત સંબધિત બિમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહી ની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાં પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડૉકટરની સલાહ લેવી.

    શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી,ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરો.વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સૂતરાઉ વસ્ત્રો પહેરો.જો તમે ઘરની બહાર હોવ તો, માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સન સ્ક્રીન લગાવો. પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરો. તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુદ્ધ પાણી, છાસ, ઓ.આર.એસ, બરફના પેક, પ્રાથમિક સારવારની પેટી ની વ્યવસ્થા કરો. કાર્ય કરતી વખતે સીધો સુર્ય પ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળો, સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવો. બહારની પ્રવુત્તિઓ માટે વિશ્રાંતિ સમય અને તેની સંખ્યા વધારો. જે કામદાર વધુ ગરમી વાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલ નથી તેમણે હળવુ તેમજ ઓછી અવધી માટે કામ આપો. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળાઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપો. કામદારોને હીટ વેવ એલર્ટ વિશે માહિતગાર કરો. શક્ય હોય ત્યા સુધી ઘટાડી શકે છે. પંખાનો ઉપયોગ કરો. ઢીલા કપડા પહેરો અને ઠંડા પાણીમાં વારવાર સ્નાન કરો.

    આપના કાર્યાલય કે રહેઠાણ ના સ્થળે આવતા ફેરિયા કે ડીલીવરી માણસને પાણી પીવડાવો, કાર પુલિંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનનો ઉપયોગ કરો. જો તમને ચક્કર આવતા હોય કે બિમાર હોવ તો તબીબી સલાહ લો અથવા ઘરના કોઈ સદ્સ્યને કહો કે તમને તબીબ પાસે લઈ જાય.ઘરની દીવાલો ને સફેદ રંગ થી રંગો.ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે ફુલ રુફ ટેક્નોલોજી, હવાની અવર જવર માટે ક્રોસ વેંટીલેશન અને થર્મો ફુલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરો. સૂકા ઘાંસ ની ગંજી છત ઉપર રાખો અથવા શાકભાજી પણ ઉગાડી શકો. ઘરની બારીઓ ઉપર સુર્યપ્રકાશને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલ કવરવાળા પૂંઠા લગાવો. ઘેરા રંગના પડદા, બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત રાત્રે બારીઓ ખોલો.બને ત્યા સુધી નીચેના માળ ઉપર રહો,લીલા રંગના છાપરા, ઈન્ડોર છોડ મકાન કે કુદરતી રીતે ઠંડું રાખે છે અને એયર કંડીશનરનો ઉપયોગ ઘટાડે છે અને તેમાથી બહાર નીકળતી વધારાની ગરમી ને ઓછી રાખે છે. એર કંડીશનરનું તાપમાન ૨૪ ડીગ્રી કે તેનાથી વધુ રાખો. આને કારણે તમારું વિજળીનું બિલ ઓછું કરશે અને સાથે તમારી સ્વસ્થતાનું પણ ધ્યાન રાખશે. નવા ઘરના બાંધકામ વખતે રાબેતા મુજબની દીવાલને બદલે છીદ્રાળુ દીવાલ ચણતર કરો કે ગરમીને રોકશે અને વધુ હવાને પરસ્પર થવા દેશે. દીવાલ ને રંગવા માટે ચૂનો અથવા કાદવ જેવા કુદરતી સામગ્રીનો ઉપયોગ કરો.બાંધકામ પુર્વે મકાન બાંધકામના નિષ્ણાંતની સલાહ લો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply