Skip to main content
Settings Settings for Dark

સૌથી વધુ વરસાદ પ્રભાવિત નવસારી સહિત રાજ્યમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને સહાય-કેશડોલ્સ ચૂકવાશે

Live TV

X
  • પુનઃસ્થાપનની કામગીરીમાં વધુ ઝડપ લાવવા સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવસારીમાં કેમ્પ કરવામાં આવશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ મદદ-સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

    ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પ્રભાવિત નવસારી સહિત રાજ્યમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને સહાય તેમજ કેશડોલ્સ ચૂકવવામાં આવશે. નવસારી જિલ્લામાં રાહત અને સર્વેની કામગીરીમાં વધુ ઝડપ લાવવા રાજ્ય સરકાર દ્વારા વધારાના બે એડિશનલ કલેક્ટર અને પાંચ ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક નિયુક્તિ કરવામાં આવી છે તેમ મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું હતું. નવસારી સહિત રાજ્યમાં વરસાદ પ્રભાવિત વિસ્તારની સમીક્ષા માટે મુખ્ય સચિવ પંકજકુમારના અધ્યક્ષસ્થાને સંબંધિત વિભાગોના વડાઓની સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. 

    મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે સૌથી વધુ પ્રભાવિત એવા નવસારી જિલ્લામાં વિજળી, પીવાનું પાણી, રસ્તા, આરોગ્યલક્ષી સુવિધાઓ સહિત પાયાની જરૂરિયાતો સાથે જનજીવન પુનઃધબકતું થાય તેમજ પુનઃસ્થાપનની કામગીરીમાં વધુ ઝડપ લાવવા સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવસારીમાં કેમ્પ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે નવસારીમાં હાલમાં અંદાજે ૧૩,૦૦૦ નાગરિકો આશ્રયસ્થાનોમાં આશ્રય લઇ રહ્યા છે.  આ તમામ નાગરિકોને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ભોજન સહિતની જરૂરી તમામ ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવાઇ રહી છે. નવસારી જિલ્લામાં આવતી નગરપાલિકા વિસ્તારોમાં આરોગ્ય, દવાનો છંટકાવ, સફાઇ સહિતની કામગીરી માટે ડેપ્યુટી કમિશનર સાથે  સુરત મહાનગરપાલિકાની ટીમો નવસારી જવા રવાના કરવામાં આવી છે. નવસારીમાં વહીવટીતંત્ર, NDRF, SDRF, કોસ્ટગાર્ડ, સ્થાનિક નાગરિકો અને આગેવાનોના સંયુક્ત પ્રયાસોથી ૬૮૮ સહિત આજ સવાર સુધીમાં ૧૨૩ મળી  કુલ ૮૧૧ નાગરિકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યુ છે.  

    વરસાદ પ્રભાવિત તમામ વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતાં મુખ્ય સચિવએ કહ્યું હતું કે નવસારી સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ-રાહતની કામગીરી કરવા માટે NDRF અને SDRFની ટીમો પૂરતા પ્રમાણમાં કાર્યરત છે અને જરૂર પડે વધારાની ટીમો પણ મોકલવામાં આવશે. હાલમાં અને આગામી સમયમાં વધુ વરસાદની સંભાવના ધરાવતા તમામ જિલ્લાના વહીવટીતંત્રને સજ્જ રહેવા પણ મુખ્ય સચિવશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં સામાન્ય વહીવટી વિભાગ, કૃષિ, ઊર્જા, આરોગ્ય, માર્ગ અને મકાન, સિંચાઇ, નાગરિક પુરવઠો, પશુપાલન અને પંચાયત વિભાગના ઉચ્ચ સનદી અધિકારીશ્રીઓ, રાહત કમિશનર,રાહત નિયામક સહિત પોલીસ, NDRF, SDRF, કોસ્ટગાર્ડના અધિકારીઓ તેમજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નવસારી કલેક્ટર, ડી.ડી.ઓ, જોડાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply