હાઇકોર્ટનો નિર્ણય: મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને 30 જૂન સુધી જામીન મંજૂર
Live TV
-
3 મહિના આસારામ જેલની બહાર રહશે, હાઇકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર બપોર બાદ 30 જૂન સુધીના જામીન મંજૂર કર્યા
બહુચર્ચિત આસારામના જામીનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હજી 3 મહિના આસારામ જેલની બહાર રહશે,હાઇકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર બપોર બાદ 30 જૂન સુધીના જામીન મંજૂર કર્યા. સુરત દુષ્કર્મ કેસમાં જેલમાં સજા કાપી રહેલા આસારામે 6 મહિના માટે જામીન માગ્યા હતા. જેને લઈને આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને મેડિકલ ગ્રાઉન્ડ પર તેને 3 મહિના માટેના જામીન આપવામાં આવ્યા છે. 25 માર્ચે હાઈકોર્ટમાં સુનાવણી થઈ ત્યારે સમગ્ર મામલે બંને પક્ષોની રજૂઆતને લઈને જામીન અરજીનો ચુકાદો રદ રાખ્યો હતો.
સુરત દુષ્કર્મ કેસમાં 6 મહિના માટે હંગામી જામીનની દાદ માંગતી આસારામની જામીન અરજી પર 25 માર્ચ,2025 હાઇકોર્ટ સમક્ષ લંબાણપૂર્વકની સુનાવણી હાથ ધરાઇ હતી. તમામ પક્ષોની રજૂઆતના અંતે હાઇકોર્ટે જામીન અરજીમાં ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યાર બાદ આજે ફરી સુનાવણી થઈ હતી. જેમાં હાઇકોર્ટે આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના એટલે કે 30 જૂન સુધીના હંગામી જામીન આપ્યા છે.
સવારે ડબલ જજની બેંચમાં થયેલી સુનાવણીમાં બે જજના મંતવ્ય અલગ અલગ રહ્યા હતા. એક જજે 3 મહિનાના જામીન આપવા મંતવ્ય આપ્યું હતું. જ્યારે બીજા જજનો અભિપ્રાય અલગ હતો. જેથી ખંડિત ચુકાદો આવ્યો હતો. જજ ઈલેશ વોરા 03 મહિનાના જામીન આપવાના સમર્થનમાં હતા. જ્યારે જજ સંદીપ ભટ્ટ વિરોધમાં હતા. ત્યાર બાદ એક્ટિંગ ચીફ જસ્ટિસ બીરેન વૈષ્ણવ સમક્ષ આસારામના વકીલે રજૂઆત કરી અને હાઇકોર્ટના જજ એ.એસ.સુપેહિયાને આસારામની જામીન અરજી રિફર કરી હતી. બપોર બાદ આસારામની જામીન અરજી ઉપર એ. એસ.સુપેહિયાની કોર્ટમાં સુનાવણી થઈ હતી.