17 ઓગસ્ટથી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો થશે પ્રારંભ
Live TV
-
17 ઓગસ્ટથી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો પ્રારંભ થશે. જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ રેસકોર્સ ગ્રાઉન્ડનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ વખતે મેળાનું નામ-આઝાદીનો અમૃત લોકમેળો-રાખવામાં આવ્યું છે. લોકમેળામાં લાખોની જનમેદની એકત્ર થવાની હોવાથી સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ચાર દિવસના લોકમેળામાં પોલીસ બંદોબસ્તની સાથે ખાનગી સિક્યુરીટી પણ તૈનાત થશે.
લોકમેળામાં સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. તેનું મોનિટરીંગ પોલીસ કન્ટ્રોલરૂમ અને વહીવટી તંત્ર દ્વારા કરાશે. અલગ અલગ 22 કમિટીઓ મેળામાં કામગીરી સંભાળશે. તેમાં ફૂડ વિભાગ, આરોગ્ય વિભાગ, ટેકનિકલ વિભાગ, વીજળી વિભાગ સહિતની ટીમોનો સમાવેશ થાય છે. લોકમેળામાં ખાદ્યસામગ્રી અને રાઇડ્સના ભાવ ખોટી રીતે વસૂલવામાં ના આવે અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તાનું પણ ધ્યાન રાખવામાં આવશે. તો સાથે જ લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન થશે.
