Skip to main content
Settings Settings for Dark

3.45 કરોડનું વિદેશથી આવતું ડ્રગ્સ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યુ, રેકેટના તાર શોધવા તપાસ શરૂ

Live TV

X
  • દેશમાં અને ખાસ કરી ને ગુજરાતમાં ડ્રગ્સ પકડવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. રોજ રોજ નવી પદ્ધતિઓ અપનાવીને ડ્રગ્સ લાવવામાં આવે છે. ફરી વખત અમદાવાદમાં વિદેશથી આવતું ડ્રગ્સ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધું છે. આ વખતે 3.45 કરોડ જેટલી કિંમતનું એમડી, ચરસ અને હાઇબ્રિડ ગાંજાને રમકડાં અને ખાદ્યપદાર્થની આડમાં ઓનલાઈન મંગાવવામાં આવ્યું હતું. જે અંગેની જાણ થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ કરીને ફોરેન પોસ્ટ ઓફિસથી ઓનલાઈન આવેલું ડ્રગ્સ ઝડપી લીધું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તહેવારો પહેલાં ડ્રગ્સના મોટા જથ્થાને કોઈ રિસિવ કરવા આવે તે પહેલાં કબજે કરવામાં મોટી સફળતા મળી છે.

    પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી ડાર્ક વેબ અને અલગ-અલગ વીપીએનની મદદથી ઓનલાઈન ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું. જે સંદર્ભ ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ તેના પર વોચ રાખી રહી હતી. તે સમયે ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાંક શંકાસ્પદ કુરિયર આવ્યાં અને જે અંગેની જાણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોને મળી હતી. જેના આધારે અમદાવાદની ટીમે તપાસ કરતા આ જથ્થામાં રમકડાં અને ખાદ્યપદાર્થની અંદર 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેમાં હાઇબ્રિડ ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે. હાલ તેની અંદાજિત કિંમત 3.45 કરોડથી વધુ થાય છે. આ સમગ્ર મામલે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ રેકેટના તાર શોધવા માટે તપાસ શરૂ કરી છે.

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઓનલાઈન આ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું. પરંતુ તેના રિસીવર અંગેની તપાસ ચાલી રહી છે. યુએસએ, કેનેડા અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી ડાર્ક વેબથી આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જે સંદર્ભે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply