Skip to main content
Settings Settings for Dark

40 ફૂટ ઊંચાઈએથી પડી રહેલા ધોધમાં નાહવાનો લહાવો લેવા પ્રવાસીઓ ઊમટ્યા

Live TV

X
  • છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ધારસીમેલ ગામમાં આવેલ ધોધ નિહાળવા માટે દૂરથી દૂરથી પ્રવાસીઓ ઉમટી પડે છે. આ ધોધ 40 ફૂટ જેટલી ઊંચાઈ પરથી પડી રહ્યો છે. સારા વરસાદ પડવાના કારણે ડુંગર વિસ્તારનાં નાના-નાના ઝરણાઓ વહી રહ્યા છે અને પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે.

    છોટા ઉદેપુર જિલ્લામાં સારો વરસાદ પડવાના કારણે ડુંગર વિસ્તારનાં નાના ઝરણાઓ ખળખળ વહી રહ્યા છે. પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડુંગરોએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દૃશ્યો જોવા મળે છે. કુદરતી સૌંદર્યની સાથે કુદરતી ધોધ પણ વહેવા લાગ્યા છે. આ કુદરતી ધોધ નિહાળવા આજુબાજુના જિલ્લાના પ્રવાસીઓ પણ ઉમટી પડે છે.

    નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ધારસિમેલ ગામમાં વરસાદના પાણીનો ધોધ જોવા માટે દૂરથી દૂરથી પ્રવાસીઓ આવે છે. આ ધોધ જોવાનો આનંદ જ કંઈક અલગ છે. પહાડોની વચ્ચે આવેલ આ અતિરમણિય ધોધ ખૂબ જ પ્રખ્યાત છે. પ્રકૃતિના ખોળે સોળે કળાએ ખીલી ઉઠેલી વનારાજી અને કુદરતી ઝરણાઓની વચ્ચે ખૂબ સરસ ધોધ વહી રહ્યો છે. આ પહાડ પરથી અંદાજે 40 ફૂટની ઊંચાઈએથી આ ધોધ પડી રહ્યો છે. ડુંગર વિસ્તારમાં આવેલ ધોધ અતિરમણીય છે.

    નર્મદા કાંઠે આવેલ ધારસિમેલ ધોધના કારણે ડુંગર વિસ્તાર લોકો માટે પ્રિય બની રહ્યો છે. આ ધોધના આજુબાજુના ગામોમાં સ્થાનિક લોકો સીવાય કોઈ આવતું ન હતું, પરંતુ આ ધોધ જેમ જેમ લોકોમાં પ્રિય બની ગયો તેમ તેમ આજુબાજુના જિલ્લાઓના લોકો માટે પણ આ વિસ્તાર હવે લોકપ્રિય બની ગયો છે. આ ધોધથી આસપાસના ગામોના લોકોમાં ખૂબ આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ ધોધ જોવા માટે આવનાર લોકો આનંદની લાગણી અનુભવે છે.

    ધારસિમેલ ધોધ વડોદરાથી 100 કિમીના અંતરે આવેલું છે. વડોદરાથી છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકો 80 કિમી અને ત્યાંથી 20 કિમીના અંતરે ધારસિમેલ ગામ આવેલું છે. અહીં સુધી જવા માટે તમે તમારી ખાનગી કાર, બસમાં જઈ શકો છે. પરંતુ ધારસિમેલ ધોધ સુધી પહોંચવા માટે ગામથી તમારે 1 કિમી પહાડના પંગદંડી રસ્તા પર ચાલીને પહોંચવું પડશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply