Skip to main content
Settings Settings for Dark

CMના હસ્તે દહેજમાં GACLના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું લોકાર્પણ

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દહેજમાં ગુજરાત સરકારના સાહસ GACLના દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડના દહેજમાં સ્થપાયેલા દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું દહેજમાં GACLના સ્થાપના દિવસે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.  આ અવસરે મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ. રાઠૌર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, જી.આઈ.ડી.સી.ના એમ.ડી. સુશ્રી પ્રવિણા ડી.કે. તથા GACLના વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    વાર્ષિક 30 હજાર ટન ક્ષમતા ધરાવતો 350 કરોડના ખર્ચે સ્થાપિત પ્લાન્ટ

    ગુજરાત સરકારના આ સાહસ દ્વારા ક્લોરિનનો ઉપયોગ કરીને બેન્ઝાઈલ ક્લોરાઇડ, બેન્ઝાઈલ આલ્કોહોલ અને બેન્ઝાલડિહાઇડ જેવા મૂલ્ય વર્ધિત ક્લોરિન આધારિત ઉત્પાદનો આ નવા પ્લાન્ટમાં કરાશે. વાર્ષિક 30 હજાર ટન ક્ષમતા ધરાવતો રૂપિયા 350 કરોડના ખર્ચે સ્થાપિત પ્લાન્ટ અંદાજે 1 હજાર જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી પૂરી પાડશે. જ્યાંથી યુરોપ-અમેરિકા-દક્ષિણ એશિયામાં કેમિકલ્સની નિકાસ થશે. એટલું જ નહીં, વાર્ષિક 30 હજાર ટનની ક્ષમતા સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને અંદાજે 1 હજાર જેટલી રોજગારીનું સર્જન પણ કરશે.  GACLનો આ નવો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ યુરોપ, અમેરિકા અને દક્ષિણ એશિયામાં આ કેમિકલના એક્સપોર્ટ દ્વારા અંદાજે રૂપિયા 130 કરોડનું વિદેશી હૂંડિયામણ રળી આપશે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GACLના સ્થાપના દિવસ અવસરે કાર્યરત થઈ રહેલા આ નવા પ્લાન્ટ માટે અને GACLની 50 વર્ષની પ્રગતિમય સફળતા માટે GACL પરિવારને અભિનંદન પાઠવીને પ્રસંશા કરી હતી. GACLના કાર્યકારી વહીવટી સંચાલક અને મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘે મુખ્યમંત્રીને આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું કે, રાજ્ય સરકારનું સાહસ GACL 1973થી કાર્યરત છે અને દહેજમાં બે તથા વડોદરામાં એક મળીને કુલ ત્રણ ઉત્પાદન એકમોમાં કોસ્ટિક સોડા સહિત 35થી વધુ ઉત્પાદનો કરે છે. 

    GACLએ પાછલા પાંચ દાયકામાં પોતાની ઉત્પાદન ક્ષમતા વધારીને તથા નવા ઉત્પાદનો દ્વારા સતત વિસ્તરણ કર્યું છે. GACL આઠ લાખ મેટ્રિક ટનથી વધુ કોસ્ટિક સોડાના વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવે છે તથા સોડિયમ ક્લોરેટ અને હાઈડ્રેઝિન હાઈડ્રેટનું ભારતમાં એકમાત્ર ઉત્પાદન એકમનું ગૌરવ ધરાવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply