CMની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક, ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાત પર થઈ ચર્ચા
Live TV
-
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી. તેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાત, વિધાનસભા સત્રમાં રજૂ થનાર બજેટ તેમજ ગુજરાતમાં કોરોના વાયરસને લઈ આરોગ્ય ચકાસણી તથા ખેડૂતોની મગફળીના ટેકાના ભાવ ખરીદી બાબતે ચર્ચા થવાની સંભાવના છે.
ઉપરાંત બેઠકમાં LRD ભરતીને લઈને આંદોલન કરી રહેલી અનામત વર્ગની મહિલાઓ ઉમેદવારને લઈને ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, LRD ભરતીમાં અનામત વર્ગની મહિલાઓને થઇ રહેલા અન્યાય મુદ્દે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા, દિલીપ પટેલની મુલાકાત બાદ નિર્ણય લેવાયો હતો કે LRDના 1-8-18ના પરિપત્રમાં રાજ્ય સરકાર ફેરફાર કરશે.
ઉલ્લેખનીય છે કે લોક રક્ષકદળની 2019માં પરિક્ષા લેવાઇ હતી અને તેની મેરિટ યાદી જાહેર થઇ હતી. અનામત વર્ગની મહિલાઓને જનરલ કેટેગરીમાં બાદબાકી કરવામાં આવતાં મહિલાઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહી હતી. LRD ભરતીમાં કોઈપણ વિદ્યાર્થીને અન્યાય ન થવાની સરકારે ખાતરી આપી છે. આ નિર્ણય અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુ માહિતી આપી હતી.