G.T.U સ્ટાર્ટઅપ અને ગુજરાત સરકારના વચ્ચે આરોગ્યલક્ષી સેવાઓ માટે 500 કરોડનાં MoU થયા
Live TV
-
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી હસ્તકના 'અટલ ઇન્ક્યુબેશન સેન્ટર'નાં ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ પૈકીના એક "વાયજીન હેલ્થકેર પ્રા.લિ.”એ ગુજરાત સરકાર સાથે 500 કરોડના MoU પર હસ્તાક્ષર કર્યા છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તેનાં સ્થાપના કાળથી જ સ્ટાર્ટઅપ અને ઈનોવેશનના ક્ષેત્રે સમગ્ર ભારતમાં અગ્રસ્થાને રહી છે. આ માટે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા ચાર ઝોનમાં કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યા છે. આ બધા પ્રયત્નોને કારણે સ્ટાર્ટઅપને મદદરૂપ થવા અને ઈનોવેશન ક્ષેત્રે સક્રિયતા માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને એ્.આઈ.આર.રેન્કીગમા સમગ્ર ભારતમાં 2020મા બીજુ અને 2021મા પાંચમું સ્થાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે.
આ તમામ પ્રયાસોના ફળસ્વરૂપે તાજેતરમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી હસ્તકના 'અટલ ઇન્ક્યુબેશન સેન્ટર'નાં ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ પૈકીના એક "વાયજીન હેલ્થકેર પ્રા.લિ.”એ ગુજરાત સરકાર સાથે 500 કરોડના MoU પર હસ્તાક્ષર કર્યા છે. જેનો ઉપયોગ જાહેર આરોગ્ય ક્ષેત્રના (૧):-સર્વાઇકલ કેન્સર પ્રિવેન્શન(૨):-થેલેસેમિયા નિવારણ અને (૩):-ગુજરાત પોલીસના વ્યાપક સ્વાસ્થ્ય મૂલ્યાંકન જેવા ત્રણ નિર્ણાયક ક્ષેત્રોને લક્ષ્યાંકિત કરીને,તેમની સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં આવશે.
આરોગ્ય ક્ષેત્રે અત્યંત અગત્યની અને કિંમતી પુરવાર થઈ શકે એવી આ સેવાનો લાભ ગુજરાતની સામાન્ય જનતાને પ્રત્યક્ષ રીતે મળશે.વળી,ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ગુણવત્તા જાળવવા માટે આગ્રહી હોવાથી આ અગત્યની આરોગ્યલક્ષી સેવાઓ પણ ગુણવત્તાસભર રહેશે જે સંબંધિત લાભાર્થી માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો.રાજુલ. કે. ગજ્જર અને કુલસચિવ ડો.કે.એન.ખેર આ સિદ્ધિ બદલ અટલ ઇન્ક્યુબેશશન સેન્ટરનાં સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતાં.