PM મોદી આજે સેલવાસાની મુલાકાતે, રૂ. 2587 કરોડના પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ
Live TV
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચોથીવાર દાદરા અને નગરહવેલીમાં આગમન કરી રહ્યા છે. તેઓ અહીં અનેક નવા વિધિવત પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને કેટલાક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવાના છે. જેમાં સૌથી મોટો પ્રોજેક્ટ નમો મેડિકલ કોલેજ છે, જેનું તેઓ પ્રથમ ઉદ્ઘાટન કરશે. જે બાદ તેઓ રેલી સ્વરૂપે સાયલી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે અને જંગી જનસભાને સંબોધશે. જે માટે કાર્યક્રમ સ્થળ ઉપર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગ્યાની આસપાસ દાદરા અને નગર હવેલી પહોંચશે.
સાયલી ખાતે વિશાલ જનસભા: દાદરા અને નગર હવેલીમાં સાયલી ગામે જૂના હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર જંગી જનસભા સંબોધવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ આવી રહ્યા છે. જે માટેની સંપૂર્ણ તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. કાળજાળ ગરમી વચ્ચે આવનારા લોકોને મુશ્કેલી ન પડે તે માટે વિશેષ ડોમની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં પાણીવાળા સ્પ્રીન્ક્લર્સ પણ લગાવવામાં આવ્યા છે. જેથી કાર્યક્રમમાં આવતા લોકોને ગરમીમાંથી રાહત મળે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચોથી વાર દાદરા અને નગર હવેલીની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ નવનિર્મિત થયેલી નમો હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિધિવત ઉદ્ઘાટન થશે. તેમજ તેના સેકન્ડ ફેઝનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. જે બાદ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રેલી સ્વરુપે સાયલી ખાતે વિશાળ જનસભા સંબોધવા માટે PM પહોંચશે. PM મોદીના સ્વાગત માટે દાદરા અને નગર હવેલી પ્રશાસને સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે શુક્રવારે નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીના હસ્તે થશે. આ નમો હોસ્પિટલમાં કઈ સુવિધા ઉપલબ્ધ થશે તે ઉપર નજર કરીએ તો નમો હોસ્પિટલમાં 3 મહિનામાં કેથ લેબ અને કાર્ડિયાક સર્જરી સેવાઓ શરૂ થશે. ફેઝ-2માં હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટે રેડિયેશન અને સર્જરીની સુવિધાઓ પણ હશે. નમો હોસ્પિટલના નવા મકાનના ઉદ્ઘાટન પછી, હોસ્પિટલમાં કુલ 1270 પથારીની ક્ષમતા છે, જે વિવિધ વિશિષ્ટ તબીબી સેવાઓ પૂરી પાડે છે. 930 વોર્ડ બેડ, 170 આઈસીયુ બેડ, 100 એનઆઈસીયુ બેડ અને 50 ડીલક્સ રૂમ ઉપલબ્ધ છે.