અઝરબૈજાનમાં યોજાયું ગુટનિરપેક્ષ દેશોની 18માં શિખર સંમેલન
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુએ આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી
ગુટનિરપેક્ષ દેશોની 18માં શિખર સંમેલનમાં ભારતે દુનિયા સાથે ખૂબ જ મજબૂતીથી પોતાની વાત રજૂ કરી છે. આ સંમેલનમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુએ સ્પષ્ટ શબ્દોમાં દુનિયાને આતંકવાદ સાથે કડક કાર્યવાહીને સમયની માંગ બતાવી છે.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ દુનિયાભરના દેશો સાથે પાકિસ્તાનને આડેહાથ લીધું હતું. તેમણે વિશ્વ નેતાઓને સ્પષ્ટ કહ્યું હતું કે, પાકિસ્તાન જ આતંકી ફેક્ટરી છે, જ્યાંથી દુનિયાભરમાં આતંકીઓ સપ્લાય થાય છે. તેમણે કહ્યું કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.