અફઘાનિસ્તાનમાં પ્લેન ક્રેશ થવાને લઈ DGCA એ કરી પુષ્ટી, જે પ્લેન ક્રેશ થયું તે ભારતનું નથી
Live TV
-
અફઘાનિસ્તાનમાં પ્લેન ક્રેશ થવાને લઈ સમાચાર આવ્યા હતા. જેને લઈ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ પુષ્ટી કરતા કહ્યું કે, જે પ્લેન ક્રેશ થયુ તે ભારતનું નથી
તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં જે પ્લેન ક્રેશ થયું તે ભારતનું નથી. તે મોરોક્કોમાં નોંધાયું હોવાના એહવાલની પુષ્ટી થઈ છે. આ પ્લેન થાઈલેન્ડથી મોસ્કો જઈ રહ્યું હતું. અગાઉ કેટલાક અહેવાલોમાં આ વિમાનને ભારતીય તરીકે દર્શાવવામાં આવ્યું હતું. આ પછી, ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે તે DF-10 મોડલનું નાનું વિમાન છે. મોસ્કો જતી વખતે ભારતના ગયા એરપોર્ટ પર આ પ્લેનમાં ઈંધણ ભરવામાં આવ્યું હતું, પરંતુ તે ભારતીય પ્લેન નથી.
અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝના અહેવાલ અનુસાર, ટેકનિકલ ખામીના કારણે વિમાન રસ્તો ભટકી ગયું અને અફઘાનિસ્તાનના બદખ્ખાન ખાન પ્રાંતના જેબાગ જિલ્લાના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું. તે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભારતીય વિમાન હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે તાલિબાનના પરિવહન અને ઉડ્ડયન મંત્રી ઈમામુદ્દીન અહમદીએ કહ્યું કે આ વિમાન રશિયાનું વિશેષ જેટ હતું. થાઈલેન્ડથી મોસ્કો જતી વખતે પ્લેન રસ્તો ભટકી ગયો અને અફઘાનિસ્તાન પહોંચ્યું.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ પુષ્ટિ કરી છે કે તે ભારતીય વિમાન નથી. અફઘાનિસ્તાનમાં થયેલું ક્રેશ ન તો ભારતીય શિડ્યુલ્ડ એરક્રાફ્ટ હતું કે ન તો નોન-શિડ્યુલ્ડ (NSOP)/ચાર્ટર એરક્રાફ્ટ. તે મોરોક્કોમાં નોંધાયેલ DF-10 (ડસોલ્ટ ફાલ્કન) નાનું વિમાન છે. તેની ક્ષમતા છ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને લઈ જવાની છે. તે ચાર્ટર્ડ ફ્લાઇટ અથવા એર એમ્બ્યુલન્સ તરીકે સંચાલિત થાય છે. જો કે, તેની રેન્જ બહુ વધારે નથી. એકવાર બળતણ ભર્યા પછી તે ખૂબ લાંબા અંતરની મુસાફરી કરી શકતું નથી. આ કારણોસર, થાઈલેન્ડથી મોસ્કો જતી વખતે, આ વિમાનને ભારતના ગયા એરપોર્ટ પર રિફ્યુઅલ કરવામાં આવ્યું હતું, પરંતુ તે ભારતીય વિમાન નથી.
બદખ્શાનના માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા ઝબીહુલ્લાહ અમીરીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં તપાસ કરવા માટે એક ટીમ મોકલવામાં આવી છે. હાલ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા છે તેની માહિતી ઉપલબ્ધ નથી. દરમિયાન, રશિયન ઉડ્ડયન અધિકારીઓએ કહ્યું છે કે વિમાન શનિવારે મોડી સાંજે રડારથી ગાયબ થઈ ગયું હતું. તેમાં છ લોકો હતા. આ એરક્રાફ્ટ ફ્રાન્સમાં બનેલું દસોલ્ટનું ફાલ્કન 10 જેટ હતું. આ ચાર્ટર પ્લેન ભારતથી ઉઝબેકિસ્તાન થઈને મોસ્કો આવી રહ્યું હતું.