અમેરિકાની સંસદમાં રજૂ થયુ એવુ બિલ કે જે કોલ સેન્ટરની નોકરીઓ પર સર્જશે ખતરો
Live TV
-
ભારતમાં કોલ સેન્ટરની નોકરી પર તોળાતો ખતરો
અમેરિકન સાંસદ કૉંગ્રેસમાં એક બીલ લાવ્યા છે તેના અંતર્ગત વિદેશમાં બેઠેલા કૉલ સેન્ટરના કર્મચારીઓને પોતાનું લોકેશન બતાવાનું રહેશે અને ગ્રાહકોને અધિકાર આપવો પડશે કે અમેરિકામાં સર્વિસ એજન્ટને કૉલ ટ્રાન્સફર કરવાનું કહી શકે. ઓહાયોના સેનટર શરૉડ બ્રાઉનની તરફથી રજૂ કરાયેલા આ બિલમાં એ કંપનીઓની એક જાહેર યાદી તૈયાર કરવાનો પ્રસ્તાવ છે જે કૉલ સેન્ટરની નોકરીઓ આઉટસોર્સ કરી શકે છે. સાથો સાથ તેમાં એ કંપનીઓને ફેડરલ કોન્ટ્રાક્ટસમાં પ્રાથમિકતા આપવાનો પણ પ્રસ્તાવ છે જેને આ નોકરીઓ વિદેશોમાં મોકલી નથી.