Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થિનીએ પેલેસ્ટાઈનના સમર્થનમાં આપ્યું ભાષણ

Live TV

X
  • મેઘા વેમુરીના પેલેસ્ટાઈનના સમર્થનના ભાષણ બાદ ભારે વિવાદ સર્જાયો.મેઘાએ યુનિવર્સિટીના ઈઝરાયલ સાથેના સંબંધોની ટીકા કરી

    અમેરિકાની માસાચ્યુસેટ્સ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યુટમાં દીક્ષાંત સમારોહમાં ભારતીય વિદ્યાર્થિની મેઘા વેમુરીએ પેલેસ્ટાઈનના સમર્થનમાં મંચ પરથી ભાષણ આપ્યું.મેઘા વેમુરીના ભાષણ બાદ ભારે વિવાદ સર્જાયો.મેઘા વેમુરીએ કહ્યું કે યુનિવર્સિટીએ ઈઝરાયલ સાથેના સંબંધો તોડી નાખવા જોઈએ.વેમુરીએ સાથી વિદ્યાર્થીઓને પણ પેલેસ્ટાઈનના સમર્થનમાં ઊભા થવાનું આહ્વાન કર્યું. પેલેસ્ટાઈન સમર્થકોની નિશાની લાલ રંગનો શેમગ પહેરી વેમુરીએ કહ્યું કે તમે બતાવી દો કે એમઆઈટી ફ્રી પેલેસ્ટાઈન ઈચ્છે છે. 

    ગાઝામાં ઇઝરાયલી હુમલાને લઈને અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓમાં પહેલાથી જ વિવાદની સ્થિતિ છે.અમેરિકાના વહીવટીતંત્રે ઘણા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી પણ કરી છે. વેમુરીએ પોતાના ભાષણમાં કહ્યું કે ઇઝરાયલ સાથે MITના સંશોધન સંબંધો શરમજનક છે અને તે માનવતા વિરુદ્ધ છે.

    MITના સંશોધન સંબંધો ફક્ત ઇઝરાયલી સેના સાથે છે. આનો અર્થ એ છે કે આ શાળા ઇઝરાયલ ગાઝામાં જે નરસંહાર કરી રહી છે તેને પણ સમર્થન આપી રહી છે.  MITના અંડરગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થી સંઘે ઇઝરાયલ સાથે સંબંધો તોડવાના સમર્થનમાં મતદાન કર્યું છે. વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા જ ધમકી આપવામાં આવી હતી. આ પછી પણ તેઓ હાર માન્યા નહીં. વેમુરીએ જણાવ્યું કે  ગાઝામાં હવે કોઈ યુનિવર્સિટી નથી. ઇઝરાયલ પેલેસ્ટિનિયનોનો નાશ કરવા માંગે છે. શરમજનક વાત તો એ છે કે MIT પણ તેનો એક ભાગ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2025 Max Temp : °C Min Temp : °C
apply