અમેરિકા, બ્રિટન અને કેનેડામાં બરફનું તોફાન: આલ્બર્ટામાં ઠંડીનો પારો માઈનસ 50 ડિગ્રી
Live TV
-
પ્રચંડ હિમવર્ષાથી અમેરિકામાં 14 કરોડ લોકો ઠુંઠવાયા છે અને 1 લાખથી વધુ ઘરો, ઓફિસો વીજળીથી વંચિત થઈ ચૂક્યા છે.
અમેરિકા, બ્રિટન અને કેનેડામાં બરફનું તોફાન ફરી વળ્યું છે. તાપમાન રાતોરાત શૂન્યથી નીચે જતા અમેરિકામાં તમામ સ્કૂલો બંધ કરવાની ફરજ પડી ગઈ છે. પ્રચંડ હિમવર્ષાથી અમેરિકામાં 14 કરોડ લોકો ઠુંઠવાયા છે અને 1 લાખથી વધુ ઘરો, ઓફિસો વીજળીથી વંચિત થઈ ચૂક્યા છે.
બે વર્ષ પછી ન્યૂયોર્ક શહેરમાં હિમવર્ષા થઈ છે, જેમાં 7નાં મોત થયા છે. ઉપરાંત 3,000 જેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આર્કટિક તરફથી આવતા જીવલેણ ઠંડા પવનોના કારણે 80% અમેરિકાના ભાગોનું તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે જતું રહ્યું છે.
બીજી તરફ બ્રિટનમાં અનેક સ્થળોએ દોઢ ફૂટ જેટલો બરફ પડયો છે. જ્યારે સ્કોટલેન્ડમાં 100થી વધુ સ્કૂલોમાં જાહેર રજા આપી દેવામાં આવી છે.
આ ઉપરાંત કેનેડામાં પણ ઠંડીનો રેકોર્ડબ્રેક પ્રકોપ જોવા મળી રહ્યો છે. આલ્બર્ટામાં ઠંડીનો પારો માઈનસ 50 ડિગ્રી પહોંચી ગયો છે. બર્ફીલા હવામાનમાં ટોઇલેટ પેપર, ઇંડા, નૂડલ્સ અને ગરમ પાણી જેવી રોજિંદી વસ્તુઓ થીજી જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.