ઇન્ડોનેશિયાના પ્રસિદ્ધ પર્યટન ટાપુ પર ભૂકંપ, ભૂસ્ખલનમાં પ્રવાસીઓ ફસાયા
Live TV
-
ઇન્ડોનેશિયાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ લોમબોક ટાપુ પર ભીષણ ભૂકંપના કારણે પહાડ પર ચઢી રહેલા અંદાજે 560 પ્રવાસીઓ ફસાઈ ગયા છે. ભૂકંપના કારણે અત્યાર સુધી 14 લોકોના મોત થયાના અહેવાલ છે. ભૂસ્ખલનના કારણે બહાર નીકળવાના રસ્તા બંધ થઈ જતા પ્રવાસીઓની હાલત કફોડી બની છે.
ઇન્ડોનેશિયામાં ભૂકંપ બાદ ટ્રેકિંગ કરી રહેલા 200 પ્રવાસીઓ તથા તેમના ગાઇડ ફસાયા હતા. બાદમાં તેમને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રવિવારે સવારે માઉન્ટ રિન્જાનીમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થતા માટી અને ખડકો ધસી પડ્યા હતા. બચાવ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અમેરિકા, ફ્રાન્સ, નેધરલેન્ડ્સ, થાઇલેન્ડ અને જર્મની સહિત અન્ય દેશોના 560 હાઇકર્સ પહાડ પર ફસાયા હતા. નેશનલ ડિઝસ્ટર એજન્સીના જણાવ્યા પ્રમાણે તમામ હાઇકર્સને બચાવી લેવાયા હતા.