Skip to main content
Settings Settings for Dark

ઈઝરાયલમાં મહિનાઓ પછી શાળાઓ ખુલી, સંઘર્ષના કારણે બંધ હતી શાળાઓ

Live TV

X
  • ઉત્તર ઈઝરાયલમાં લગભગ દોઢ વર્ષ પછી શાળાઓ ફરી ખુલી છે. ઓક્ટોબર 2023 માં લેબનોન સરહદ પર ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષ શરૂ થયા બાદ આ શાળાઓ બંધ કરવામાં આવી હતી.

    શિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, ઈઝરાયલી શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે યુદ્ધ દરમિયાન શાળાની ઇમારતોને નુકસાન થયું હોવાથી, ઘણા શિક્ષકો ઉપલબ્ધ નથી અને ઘણા વિદ્યાર્થીઓ તેમના પરિવારો સાથે દેશના મધ્ય અને દક્ષિણ ભાગોમાં સ્થળાંતર કરી ગયા હોવાથી શાળાઓ ધીમે ધીમે ખોલવામાં આવશે.

    રવિવારે વાલીઓને આપેલી સૂચનામાં, મંત્રાલયે જણાવ્યું હતું કે ઓક્ટોબર 2023 માં, ઉત્તર ઇઝરાયલના 43 શહેરો, નગરો અને ગામડાઓમાં 195 શાળાઓ અને કિન્ડરગાર્ટનમાંથી લગભગ 12,600 વિદ્યાર્થીઓને તેમના પરિવારો સાથે બહાર કાઢવામાં આવ્યા હતા.

    મંત્રાલયે જણાવ્યું હતું કે હવે દરેક પરિવાર નક્કી કરી શકે છે કે ઘરે પાછા ફરવું અને બાળકોને જૂની શાળામાં ફરીથી દાખલ કરવા કે જ્યાં તેઓ શિફ્ટ થયા હતા ત્યાં તેમનો અભ્યાસ ચાલુ રાખવો. વધુમાં, સરકારે શાળા પછીની પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવા માટે 50 મિલિયન શેકેલ (લગભગ $13.89 મિલિયન)નું બજેટ બહાર પાડ્યું છે. ઉપરાંત, બાળકોની માનસિક સ્થિતિને મજબૂત બનાવવા માટે ખાસ સહાય અને માર્ગદર્શન કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે જેથી તેઓ આ સંઘર્ષની અસરને દૂર કરી શકે.

    આ ઉપરાંત, ઈઝરાયલે રમઝાન અને યહૂદીઓના પાસઓવરના તહેવાર દરમિયાન ગાઝા પટ્ટીમાં કામચલાઉ યુદ્ધવિરામ માટેના યુએસના પ્રસ્તાવને મંજૂરી આપી છે. શનિવાર અને રવિવારની રાત્રે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

    રમઝાન શુક્રવારથી શરૂ થયો હતો અને 30 માર્ચ સુધી ચાલુ રહેશે, જ્યારે યહૂદીઓનો પાસઓવર 12થી 20 એપ્રિલ સુધી ઉજવવામાં આવશે. અમેરિકાના ખાસ મધ્ય પૂર્વ દૂત સ્ટીવ વિટકોફના પ્રસ્તાવ મુજબ, વિસ્તૃત યુદ્ધવિરામના પહેલા દિવસે, ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા આશરે 59 ઇઝરાયલી બંધકોમાંથી અડધા, મૃત અને જીવિત, પરત કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply