એલોન મસ્કે યુએન સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદની હિમાયત કરી
Live TV
-
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યપદની હિમાયત કરી છે. તેમણે કહ્યું છે કે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવાના કારણે ભારતને સુરક્ષા પરિષદમાં ચોક્કસપણે સ્થાન મળવું જોઈએ.
એલોન મસ્કે પોતાના એક્સ હેન્ડલ પર કહ્યું છે કે, વિશ્વની સૌથી મોટી સંસ્થા સંયુક્ત રાષ્ટ્રમાં અમુક અંશે ફેરફાર કરવાની જરૂર છે. સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવાના કારણે ભારતને ચોક્કસપણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાન મળવું જોઈએ. આમ ન કરવું એ યોગ્ય નથી. તેમણે યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસનું ટ્વીટ શેર કરીને પોતાનો મત વ્યક્ત કર્યો છે. ટેસ્લાના વડા એલોન મસ્કએ કહ્યું કે આફ્રિકા માટે પણ એક બેઠક હોવી જોઈએ.
હકીકતમાં, ગુટેરેસે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં આફ્રિકાનું નેતૃત્વ કરવા માટે કોઈ નથી જેના જવાબમાં મસ્કે આ પોસ્ટ કરી છે. નોંધનીય છે કે હાલમાં પાંચ દેશો - અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ અને રશિયા - UN સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યો તરીકે સામેલ છે. તેની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી.
વિદેશ મંત્રી એસ જયશંકરે અગાઉ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તેને "જૂની ક્લબ" ગણાવી હતી જેથી વર્તમાન સભ્ય રાષ્ટ્રો નિયંત્રણ ગુમાવવાના ડરથી નવા સભ્યોને સ્વીકારવાનો વિરોધ કરે છે. તેમણે એમ પણ કહ્યું કે, સુધારાનો અભાવ સંયુક્ત રાષ્ટ્રની અસરકારકતામાં ઘટાડો કરી રહ્યો છે.