જી-7 સમૂહે આંતરરાષ્ટ્રીય કંપનીઓ પર ટેક્સ લગાવવાના ઐતિહાસિક કરારને અંતિમ રૂપ આપ્યું
Live TV
-
જી-7 બેઠકમાં 15 ટકા વૈશ્વિક કોર્પોરેટ ટેક્સના નિયમ પર સહમતી અપાઈ
દુનિયા સૌથી વધુ વિકસિત સાત દેશોના સમૂહ જી-સેવન વચ્ચે વૈશ્વિક કોર્પોરેટ ટેક્સ પધ્ધતિમાં સુધારો કરવા માટે ઐતિહાસિક સહમતી સાધવામાં આવી હતી. લંડનમાં યોજાયેલી બેઠકમાં જી-સેવન દેશોની વચ્ચે વૈશ્વિક કોર્પોરેટ ટેક્સની ન્યૂનતમ દર 15 ટકા રાખવા ઉપર સહમતી સાધવામાં આવી હતી. આ સહમતી પછી ગૂગલ, ફેસબુક, એમેઝોન જેવી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી વિકસિત દેશોને ટેક્સ રૂપે મોટી રકમ મળી શકશે.
આ સાથે જ આગામી દિવસોમાં તે તમામ દેશોને આ મોટી કંપનીઓએ ટેક્સ પેટે મોટી રકમ ચૂકવવી પડશે, જ્યાં તેઓ હાલમાં મામૂલી ટેક્સની રકમ ચૂકવીને વેપાર કરી રહ્યા છે. અત્યારે આ કંપનીઓ વૈશ્વિક કોર્પોરેટ કર પ્રણાલીની અસ્પષ્ટ નીતિના કારણે ઘણી મામૂલી રકમ ચૂકવી રહી છે. બ્રિટન, અમેરિકા, ફ્રાંસ સહિતના દેશોએ આ સમજૂતીનું સ્વાગત કર્યું છે.
