નથી મળી રહ્યા ક્લાયન્ટ, કેમ્બ્રિજ એનાલિટિકાનું શટર ડાઉન
Live TV
-
ડેટા લીકના આરોપી સાથે જોડાયેલી યુકેની રાજકીય વિશ્લેષણ ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકા કંપની બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
ડેટા લીકના આરોપી સાથે જોડાયેલી યુકેની રાજકીય વિશ્લેષણ ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકા કંપની બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે કંપનીનું કહેવું છે કે, તેમણે કોઈ જ પ્રકારની કોઈ ખોટું કામ નથી કર્યું. તે સાથે જ એવું પણ કહ્યું છે કે, નેગેટિવ મીડિયા કવરેજના કારણે મોટા ભાગના ક્લાઈન્ટ્સ જતા રહ્યા છે. એનાલિટિકા પર આરોપ હતો કે તેમણે ફેસબુકના ડેટાની ચોરી કરી છે અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને મદદ કરી છે.
હવે અમે આગળ કામ નહીં કરી શકીએ
- કંપનીએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, કેમ્બ્રિજ એનાલિટિકાના વિશ્વાસે અમારા કર્મચારીઓએ નૈતિક અને કાયદાકીય રીત સાચુ જ કામ કર્યું છે. પરંતુ મીડિયાના ખોટા કવરેજના કારણે અમારા કસ્ટમર્સ અને સપ્લાયર્સ ઓછા થઈ રહ્યા છે.
- પરિણામે અમારે નિર્ણય લેવો પડ્યો છેકે, હવે એનાલિટિકાનો વેપાર લાંબા સમય સુધી ચલાવવો મુશ્કેલ છે.
- ફેસબુકે કહ્યું હતું કે, એક એપ દ્વારા 8 કરોડ 70 લાખ લોકોના ડેટા મેળવવામાં આવ્યા છે. ત્યારપછી એક રાજકીય સલાહ આપતી કંપનીને આ ડેટા આપવામાં આવ્યા હતા. સોશિયલ નેટવર્કિંગ સાઈટે એવુ પણ કહ્યું હતું કે, તેમની પોતાની તપાસ પણ ચાલી રહી છે.કંપનીના પ્રવક્તાએ શું કહ્યું?
- અમારા આ નિર્ણયથી અમારી પ્રતિબદ્ધતાઓ ઉપર કોઈ અસર નહીં થાય. અમે વિશ્વાસ અપાવીએ છીએ કે હવે આવું કદી નહીં થાય.
- અમારી પેરેંટ કંપની એસસીએલ ઈલેક્ટ્રોનિક્સે પણ નાદારી જાહેર કરી છે. તેનાથી ભારતના ઓપરેશન્સ ઉપર થોડી અસર થશે. કંપનીના બંધ થવાથી રિસર્ચમાં કોઈ ફેર નહીં પડે.
- એનાલિટિકાની તપાસ બ્રિટનની સંસદીય સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે. સમિતિના અધ્યક્ષ ડેમિયન કોલિંસે કહ્યું કે, કંપનીએ જે કર્યું છે તેના માટે ગંભીર તપાસ કરવામાં આવી રહી છે. જો એનાલિટિકા કંપની બંધ થશે તો પણ તપાસ ઉપર કોઈ અસર નહીં થાય.
- નોંધનીય છે કે, એનાલિટિકા પર 2016માં અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે ટ્રમ્પને કેમ્પેઈન ટીમે આ વાતથી ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું છે કે, અમે કેમ્બ્રિજ એનાલિટિકાની કોઈ મદદ લીધી નથી.