નાણામંત્રી અરૂણ જેટલી સાઉદી અરબના વેપાર અને રોકાણ મંત્રી સાથે દ્વિપક્ષીય મુદ્દે કરી ચર્ચા
Live TV
-
નાણામંત્રી અરૂણ જેટલી આજે સાઉદી અરબના વેપાર અને રોકાણ મંત્રી ડોક્ટર મજિદ અલ કસબીબી સાથેની બેઠકમાં પરસ્પર હિતના દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચા કરી
નાણામંત્રી અરૂણ જેટલી આજે સાઉદી અરબના વેપાર અને રોકાણ મંત્રી ડોક્ટર મજિદ અલ કસબીબી સાથેની બેઠકમાં પરસ્પર હિતના દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચા કરી. અરૂણ જેટલીએ ગઈકાલે રિયાધમાં કિંગ સલમાન બિન અબ્દુલાઝિઝ અલ સોદની મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધો અને વિવિધ ક્ષેત્રોમાં વિકાસ અને વિસ્તરણ કરવાની ચર્ચા કરી હતી. નાણામંત્રી અરૂણ જેટલી રિયાધમાં બારમી ભારત-સાઉદી અરેબિયા સંયુક્ત આયોગની બેઠકમાં સહ અધ્યક્ષતા માટે બે દિવસની યાત્રા માટે સાઉદી અરબ પહોંચ્યા છે. આ ઉપરાંત અરૂણ જેટલીએ સાઉદી-ભારત વેપાર પરિષદમાં પણ ભાગ લીધો હતો.