પાકિસ્તાની નેતાનો મોટો ખુલાસો: 'હા, આપણે આતંકવાદને સાથ આપ્યો'
Live TV
-
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ સ્વીકાર્યું છે કે તેમના દેશનો ભૂતકાળ આતંકવાદી સંગઠનોને ટેકો આપવાનો રહ્યો છે. ભુટ્ટોની આ ટિપ્પણીના થોડા દિવસો પહેલાં જ દેશના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું હતું કે ઇસ્લામાબાદ દાયકાઓથી આતંકવાદને ટેકો આપવાનું "ગંદુ કામ" કરી રહ્યું છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ સ્વીકાર્યું છે કે તેમના દેશનો ભૂતકાળ આતંકવાદી સંગઠનોને ટેકો આપવાનો રહ્યો છે. ભુટ્ટોની આ ટિપ્પણીના થોડા દિવસો પહેલાં જ દેશના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું હતું કે ઇસ્લામાબાદ દાયકાઓથી આતંકવાદને ટેકો આપવાનું "ગંદુ કામ" કરી રહ્યું છે. ભુટ્ટોએ કહ્યુ કે પહેલા અફઘાન યુદ્ધ દરમિયાન મુજાહિદ્દીનને ભંડોળ અને ટેકો આપવામાં પાકિસ્તાનની સક્રિય ભૂમિકા તરફ પણ ધ્યાન દોર્યું. "અમે પશ્ચિમી શક્તિઓ સાથે સંકલન અને સહયોગથી આ કર્યું. પાકિસ્તાન ઉગ્રવાદના એક પછી એક મોજામાંથી પસાર થયું... અમે ઘણું નુકસાન સહન કર્યું," બિલાવલ ભુટ્ટો ઝરદારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ છે, જે પાકિસ્તાનના શાસક પક્ષનો ભાગ છે. ભુટ્ટોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું, "એ સાચું છે કે આ આતંકવાદ આપણા ઇતિહાસનો એક દુર્ભાગ્યપૂર્ણ ભાગ છે... પરંતુ આપણે તેમાંથી પાઠ પણ શીખ્યા છીએ. તેમણે દેશમાં બદલાતી પરિસ્થિતિ માટે આંતરિક સુધારાઓ અને લશ્કરી કાર્યવાહીને શ્રેય આપ્યો, ખાસ કરીને તેમની માતા બેનઝીર ભુટ્ટોની હત્યા પછી, જેણે ઉગ્રવાદી તત્વો પ્રત્યે રાજ્યની નીતિને ઉલટાવી દીધી. બિલાવટ ભુટ્ટોએ કહ્યુ- "આપણે દર બીજા દિવસે આતંકવાદી હુમલાઓ જોયા છે. પાકિસ્તાને આ જૂથો સામે ગંભીર અને સફળ કાર્યવાહી કરી છે.
ગયા અઠવાડિયે જ, સ્કાય ન્યૂઝ સાથેના એક ઇન્ટરવ્યુમાં, આસિફને પૂછવામાં આવ્યું હતું કે શું પાકિસ્તાનનો આતંકવાદી સંગઠનોને "સમર્થન, તાલીમ અને ભંડોળ" આપવાનો લાંબો ઇતિહાસ છે. ત્યારે આસિફે નિખાલસતાથી સ્વીકાર્યું કે આવું જ છે. પરંતુ તેણે પશ્ચિમ પર દોષારોપણ કરવાનો પ્રયાસ કર્યો. વધુમાં તેમણે જણાવ્યું કે "આપણે લગભગ ત્રણ દાયકાથી અમેરિકા અને બ્રિટન સહિત પશ્ચિમી દેશો માટે આ 'ગંદુ કામ' કરી રહ્યા છીએ... તે એક ભૂલ હતી અને આપણે તેની કિંમત ચૂકવી છે, તેથી જ તમે મને આ કહી રહ્યા છો. જો આપણે સોવિયેત યુનિયન સામેના યુદ્ધ અને 9/11 પછીના યુદ્ધોમાં સામેલ ન હોત, તો પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ દોષરહિત હોત," થોડા દિવસોમાં આ બીજી વખત છે જ્યારે કોઈ ટોચના પાકિસ્તાની નેતાએ આતંકવાદને સમર્થન આપવાની કબૂલાત કરી છે. આ પહેલગામ હુમલા પછી પાકિસ્તાન પર વધતા દબાણ અને ભારતના આક્રમક વલણથી ઉદ્ભવતા ગભરાટને પ્રતિબિંબિત કરે છે. બંને નેતાઓના નિવેદનો દર્શાવે છે કે પાકિસ્તાનને ડર છે કે ભારત કોઈ મોટી લશ્કરી કાર્યવાહી કરી શકે છે.
22 એપ્રિલના રોજ, જમ્મુ અને કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં બૈસરન ખીણમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પ્રતિબંધિત આતંકવાદી જૂથ 'લશ્કર-એ-તૈયબા' સાથે સંકળાયેલ 'ટીઆરએફ' એ આ હુમલાની જવાબદારી લીધી. પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. નવી દિલ્હીએ ઇસ્લામાબાદ સામે અનેક કડક રાજદ્વારી અને વ્યૂહાત્મક પગલાં લીધાં છે. આમાં 1960 ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવી, અટારી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ બંધ કરવી, પાકિસ્તાની નાગરિકો માટે તાત્કાલિક અસરથી વિઝા સેવાઓ સ્થગિત કરવી શામેલ છે. ભારતના આ નિર્ણયો બાદ, પાકિસ્તાને શિમલા કરારને સ્થગિત કરવા, ભારતીય ફ્લાઇટ્સ માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરવા અને ભારતીય નાગરિકોના વિઝા રદ કરવા જેવા પગલાં લીધાં.