Skip to main content
Settings Settings for Dark

પોડકાસ્ટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના મિત્ર વડાપ્રધાન મોદીને શ્રેષ્ઠ વ્યક્તિ ગણાવ્યા

Live TV

X
  • વડાપ્રધાન મોદી સાથેના તેમના સંબંધો વિશે વાત કરી

    અભિનેત્રી સાથે રાજકારણી બનેલી કંગના રનૌતે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પોડકાસ્ટ શેર કર્યો છે. આ પોડકાસ્ટમાં ટ્રમ્પે પીએમ મોદીને શ્રેષ્ઠ વ્યક્તિ ગણાવ્યા હતાં અને તેમને 'ટોટલ કિલર' કહ્યા હતાં.

    ભારતમાં આવેલી કોંગ્રેસની નેતૃત્વની યૂપીએ સાથે કરી છે

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોડકાસ્ટ શેર કરતા તેમણે કહ્યું કે પીએમ મોદીએ પાકિસ્તાન સામે આક્રમક જવાબી કાર્યવાહીની ધમકી આપીને તેમને ચોંકાવી દીધા હતાં. જ્યારે તેમણે કહ્યું હતું કે અમે પણ પાકિસ્તાન સાથે લડવા માટે તૈયાર છીએ. ભારત દશકોથી પાકિસ્તાનને હરાવતું આવ્યું છે. તો મુંબઈમાં થયેલા આંતકી હુમલાની સરખામણી તેમણે ભારતમાં આવેલી કોંગ્રેસની નેતૃત્વની યૂપીએ સાથે કરી છે.  

    વડાપ્રધાન મોદી સાથેના તેમના સંબંધો વિશે વાત કરી

    ભારતનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભારતમાં દર વર્ષે પીએમ બદલાતા હતાં. આ પછી તે આવ્યા અને તે મહાન પીએ બન્યા છે. તે મારા સારા મિત્ર છે. બહારથી તે તમારા પિતા હોય તેવું લાગે છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતો કોમેડિયન એન્ડ્રુ શુલ્ટ્ઝ અને આકાશ સિંહ સાથે 'ફ્લેગ્રાન્ટ' નામના પોડકાસ્ટમાં કહી હતી. 88 મિનિટ લાંબી મુલાકાતમાં લગભગ 37 મિનિટ સુધી તેમણે વડાપ્રધાન મોદી સાથેના તેમના સંબંધો વિશે વાત કરી હતી.

    2019 માં ટેક્સાસના હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયનો કાર્યક્રમ હતો

    ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે 'હાઉડી મોદી' એ 2019 માં ટેક્સાસના હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયનો કાર્યક્રમ હતો. NRG સ્ટેડિયમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ભારે ભીડ જોવા મળી હતી અને બંને દેશો વચ્ચેના સંબંધોનું પ્રદર્શન કર્યું હતું. તેણે કહ્યું કે સ્ટેડિયમમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકો પાગલ થઈ રહ્યા હતાં અને અમે આસપાસ ફરતા હતાં. તમને જણાવી દઈએ કે, ટ્રમ્પ પહેલા પણ અનેક અવસરો પર વડાપ્રધાન મોદીના વખાણ કરી ચૂક્યા છે અને તેમને 'અદ્ભુત વ્યક્તિ' ગણાવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply