Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી

Live TV

X
  • 2024માં બ્રિક્સના અધ્યક્ષપદ માટે શુભેચ્છાઓ આપી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી અને વિવિધ સકારાત્મક વિકાસની ચર્ચા કરી. બંને નેતાઓ દ્વિપક્ષીય વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે રોડમેપ વિકસાવવા સંમત થયા હતા. પ્રધાનમંત્રીએ રશિયાને 2024માં બ્રિક્સ પ્રમુખપદ માટે શુભેચ્છા પાઠવી હતી.

    બંને દેશો વચ્ચે તાજેતરના ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન બાદ નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના વિવિધ મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી. તેઓએ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલા વિકાસનું સકારાત્મક મૂલ્યાંકન કર્યું અને ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ભાવિ પહેલ માટે રોડમેપ વિકસાવવા સંમત થયા.

    તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2024માં રશિયાની બ્રિક્સ અધ્યક્ષતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

    પ્રધાનમંત્રી પછીથી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું, “રાષ્ટ્રપતિ પુતિન સાથે સારી વાતચીત થઈ. અમે અમારી વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીમાં વિવિધ સકારાત્મક વિકાસની ચર્ચા કરી અને ભવિષ્યની પહેલ માટે રોડમેપ તૈયાર કરવા સંમત થયા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply