પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે સાથે કરી મુલાકાત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે વચ્ચે દ્વીપક્ષીય મુદ્દાઓ સહિત ક્ષેત્રીય અને આંતરાષ્ટ્રીય પ્રશ્ને કરવામાં આવી વિસ્તારથી ચર્ચા
પોતાની વિદેશ યાત્રાના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લંડન પહોંચ્યા હતા. એરપોર્ટ પર વિદેશમંત્રી જોનસને પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે સાથે મુલાકાત કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે દ્વીપક્ષીય મુદ્દાઓ સહિત ક્ષેત્રીય અને આંતરાષ્ટ્રીય પ્રશ્ને વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસામે સાથે વાતચીત દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બસવેશ્વર વિશે તેમને જાણકારી આપી.. બ્રિટન યાત્રા દરમ્યાન પીએમ મોદીએ ભગવાન બસવેશ્વરની પ્રતિમા પર પુષ્પ અર્પિત કર્યા હતા. જે બાદ તેમણે ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય મુળના લોકો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ બ્રિટનના રાજકુમાર પ્રિન્સ ચાર્લ્સ સાથે પણ મુલાકાત કરી હતી. વિશ્વની બે મોટી હસ્તીઓએ પરસ્પરના હિતથી જોડાયેલા અનેક મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વિજ્ઞાન અને નવોન્વેશના 5 હજાર વર્ષ પુરા થવા નિમિતે આયોજિત પ્રદર્શન જોવા માટે વિજ્ઞાન સંગ્રહાલયની પણ મુલાકાત લીધી. જ્યાં તેમણે વિદ્ધાનો અને વૈજ્ઞાનિકો તથા કલાકારો સાથે મુલાકાત કરી. બન્ને દેશો વચ્ચે પરસ્પરના સંબઘોને પ્રોત્સાહિત કરવા માટે પ્રધાનમંત્રીના વર્તમાન પ્રવાસમાં ટેકનોલોજીના ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસામેને મળવા જતા સમયે પીએમએ લોકો સાથે હસ્તધુન કરી હતી. અને લોકોનું અભિવાદન ઝિલ્યુ હતુ.