Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશમાં આવતા વર્ષે, ડિસેમ્બર અથવા જૂન સુધીમાં ચૂંટણી શક્ય : મોહમ્મદ યુનુસ

Live TV

X
  • બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા અને મુખ્ય સલાહકાર પ્રો. મોહમ્મદ યુનુસે, ગઈકાલે અહીં સ્ટેટ ગેસ્ટ હાઉસ જમુના ખાતે બ્રિટિશ વેપાર દૂત બેરોનેસ રોઝી વિન્ટરટન સાથે વાતચીત કરી હતી. યુનુસે આ સમય દરમિયાન કહ્યું કે, દેશમાં આગામી સંસદીય ચૂંટણીઓ આ વર્ષે ડિસેમ્બરમાં અથવા આવતા વર્ષે જૂનમાં યોજાઈ શકે છે.

    ધ ડેઇલી સ્ટાર અખબારના સમાચાર મુજબ, પ્રો. મુહમ્મદ યુનુસે કહ્યું કે, તે તેના પર નિર્ભર રહેશે કે, વચગાળાની સરકાર સુધારાઓને કેટલી હદ સુધી લાગુ કરશે. જો રાજકીય પક્ષો ટૂંકી સુધારા પ્રક્રિયા પર સંમત થાય, તો ડિસેમ્બરમાં ચૂંટણીઓ યોજાઈ શકે છે. જો વધુ વ્યાપક સુધારાનો માર્ગ પસંદ કરવામાં આવે, તો આવતા વર્ષે જૂન મહિનામાં ચૂંટણીઓ યોજાઈ શકે છે. અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે, તેમણે અગાઉ કહ્યું હતું કે, ચૂંટણી આવતા વર્ષે ડિસેમ્બર અથવા માર્ચ સુધીમાં યોજાઈ શકે છે.

    પ્રો. યુનુસે કહ્યું કે, બાંગ્લાદેશ તેના ઇતિહાસમાં પરિવર્તનશીલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. વચગાળાની સરકાર સંસ્થાઓના પુનર્નિર્માણ અને પ્રાથમિકતાઓને ફરીથી આકાર આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ બેઠકમાં, બંને નેતાઓએ શિક્ષણ, કાપડ ઉદ્યોગ, સંરક્ષણ અને ઉડ્ડયન સહિત વ્યૂહાત્મક સહયોગના વ્યાપક ક્ષેત્રો પર પણ ચર્ચા કરી.

    ત્યારબાદ વચગાળાની સરકારના વડા યુનુસે, બંધારણીય સુધારા પહેલના વડા અલી રિયાઝ સાથે પણ મુલાકાત કરી. યુનુસ હાલમાં દેશમાં મુખ્ય સંસ્થાઓના પુનર્નિર્માણ અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને ફરીથી આકાર આપવાના ઉદ્દેશ્યથી એક વ્યાપક સુધારા એજન્ડાનું નેતૃત્વ કરી રહ્યા છે. છ મુખ્ય સુધારા પંચોએ સરકારને તેમના અહેવાલો સુપરત કર્યા છે. રાષ્ટ્રીય સર્વસંમતિ પર પહોંચવા માટે, રાજકીય પક્ષો સાથે આ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply