Skip to main content
Settings Settings for Dark

મંકીપોક્સથી પાકિસ્તાનમાં ચિંતા વધી, જોવા મળ્યો પાંચમો કેસ

Live TV

X
  • મંકીપોક્સથી પાકિસ્તાનમાં ચિંતા વધી, જોવા મળ્યો પાંચમો કેસ

    પાડોશી દેશ પાકિસ્તાનમાં મંકીપોક્સના કેસોએ ત્યાંની સરકારની ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધીમાં પાંચ કેસ નોંધાયા છે. કરાચીના જિન્ના એરપોર્ટ પર એક શંકાસ્પદ દર્દી મળી આવ્યો છે. ખાસ વાત એ છે કે આમાંથી મોટાભાગના દર્દીઓ સાઉદી અરેબિયાથી પરત ફર્યા છે. તેની આઈસોલેશનમાં સારવાર ચાલી રહી છે. પાકિસ્તાન સરકારે મંકીપોક્સને લઈને એલર્ટ પણ જાહેર કર્યું છે.

    મંકીપોક્સનો પાંચમો કેસ સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. કરાચીના જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સત્તાવાળાઓએ શનિવારે મંકીપોક્સના શંકાસ્પદ કેસની જાણ કરી છે. પાકિસ્તાનની ખાનગી ચેનલના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ PIAની ફ્લાઈટ દ્વારા સાઉદી અરેબિયાના જેદ્દાહથી આવ્યો છે. 

    મુસાફરને સિંધ સરકાર દ્વારા સંચાલિત આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. અહીં વધુ તપાસ કરવામાં આવશે. આ અઠવાડિયાની શરૂઆતમાં, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મંકીપોક્સનો પાંચમો કેસ નોંધાયો હતો. પાકિસ્તાનની ખાનગી ચેનલના એક અધિકારીને ટાંકીને કહ્યું કે 33 વર્ષીય પીડિતા ખૈબર પખ્તુનખ્વાના પેશાવરની રહેવાસી છે.

    પેશાવરમાં એક હવાઈ યાત્રીએ વાયરસ માટે પોઝીટીવ આવ્યા બાદ પાકિસ્તાનમાં એમપોક્સ કેસની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. જ્યારે કરાચીમાં જીવલેણ વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. આરોગ્ય અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું.

    ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર-પશ્ચિમ પ્રાંતના જાહેર આરોગ્યના નિયામક ડૉ. ઇર્શાદ અલીએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર તબીબી કર્મચારીઓને ગુરુવારે જેદ્દાહથી પરત ફરી રહેલા બે મુસાફરોમાં એમપોક્સના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમાંથી માત્ર એકને એમપોક્સ હોવાની પુષ્ટિ થઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply