યુક્રેનના ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવી, યુએવી એરક્રાફ્ટ તોડી પાડ્યું - રશિયા
Live TV
-
રશિયાએ દાવો કર્યો છે કે, તેણે પોડોલ્સ્કમાં યુક્રેનના ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. આ સાથે યુએવી એરક્રાફ્ટ પણ નાશ પામ્યા હતા. રશિયન અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી છે.
રશિયન એર ડિફેન્સ ફોર્સે મોસ્કો તરફ ઉડતા ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુક્રેનિયન ડ્રોને મોસ્કો સહિત અન્ય ઘણા વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.
પ્રારંભિક માહિતી અનુસાર, કાટમાળ પડવાથી સ્થળ પર કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી. મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને એક ટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે કટોકટી સેવાઓ ચાલુ છે અને નિષ્ણાતો ઘટના સ્થળે કામ કરી રહ્યા છે.
બાદમાં અલગ-અલગ પોસ્ટમાં તેમણે કહ્યું કે એર ડિફેન્સ ફોર્સે મોસ્કો તરફ ઉડતા બે ડ્રોનને તોડી પાડ્યા. પ્રદેશના ગવર્નર એલેક્ઝાન્ડર બોગોમાઝીએ ટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે, "કિવ શાસન દ્વારા બ્રાયન્સ્ક ક્ષેત્રમાં UAVs (માનવ રહિત એરિયલ વાહનો) નો ઉપયોગ કરીને આતંકવાદી હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો છે."