Skip to main content
Settings Settings for Dark

રશિયાએ પાંચેય કાફલાઓ સાથે તેની સૌથી મોટી નૌકા કવાયત શરૂ કરી

Live TV

X
  • રશિયાએ ગઈકાલે તેની સૌથી મોટી નૌકા કવાયત “Ocean-2024” શરૂ કરી. જેમાં દેશના તમામ 5 કાફલાનો સમાવેશ થાય છે. આ કવાયત એકસાથે પેસિફિક અને આર્ક્ટિક મહાસાગરો તેમજ ભૂમધ્ય, કેસ્પિયન અને બાલ્ટિક સમુદ્રમાં કરવામાં આવી રહી છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા તેના લોન્ચની જાહેરાત કરી હતી. આ અવસર પર, તેમણે તેમના દેશને વધતા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. વ્લાદિમીર પુતિને કહ્યું કે કવાયતનો ઉદ્દેશ્ય રશિયન નૌકાદળ અને વાયુસેનાની લડાઇ તૈયારીનું મૂલ્યાંકન કરવાનો છે.

    400 થી વધુ યુદ્ધજહાજ, સબમરીન અને જહાજો તેમજ 120થી વધુ વિમાન અને 90 હજારથી વધુ નૌકાદળના જવાનો અભ્યાસમાં સામેલ છે. આ કવાયતમાં ચીન પણ ભાગ લઈ રહ્યું છે. પીપલ્સ લિબરેશન આર્મીના ચાર જહાજ અને 15 એરક્રાફ્ટ તેમાં ભાગ લઈ રહ્યા છે. વ્લાદિમીર પુતિને કહ્યું કે 15 અન્ય દેશોના પ્રતિનિધિઓને કવાયત જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply