Skip to main content
Settings Settings for Dark

રશિયાએ યુક્રેન પર મિસાઈલ હુમલો કર્યો, 51 લોકોના મોત, 200 ઘાયલ

Live TV

X
  • રશિયાએ યુક્રેન પર અનેક મિસાઈલ હુમલા કર્યા. આ હુમલામાં 51 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલો યુક્રેનના મધ્ય ભાગમાં સ્થિત એક લશ્કરી શૈક્ષણિક સંસ્થા પર કરવામાં આવ્યો હતો.

    યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ આ સૌથી ઘાતક હુમલાઓમાંનો એક છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ એક પોસ્ટમાં કહ્યું કે, તેમને પોલ્ટાવામાં રશિયન હુમલાની માહિતી મળી છે. હુમલામાં એક શૈક્ષણિક સંસ્થા અને નજીકની હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી હતી. હુમલામાં એક ટેલિકોમ્યુનિકેશન ઈન્સ્ટિટ્યૂટની ઈમારત પણ આંશિક રીતે ધ્વસ્ત થઈ ગઈ હતી.

    રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમે વારંવાર તેમને કહ્યું છે કે જેઓ આ આતંકને રોકી શકે છે કે યુક્રેનને હવાઈ હુમલાથી બચાવવા માટે હવાઈ સંરક્ષણ પ્રણાલી અને મિસાઈલની જરૂર છે. તેમને આ શક્ય તેટલું જલ્દી મળવું જોઈએ અને તેમને કોઈ વેરહાઉસમાં રાખવું જોઈએ નહીં.
     
    તેમણે કહ્યું કે,  મને પોલ્ટાવામાં રશિયન હુમલાના પ્રારંભિક અહેવાલો પ્રાપ્ત થયા છે. બે બેલેસ્ટિક મિસાઇલો આ વિસ્તારમાં ત્રાટકી...

    પોલ્ટાવા પ્રદેશના લશ્કરી વહીવટના વડા, ફિલિપ પ્રોનિને, ટેલિગ્રામ પર નવીનતમ મૃત્યુઆંકની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે રેસ્ક્યુ ટીમ કાટમાળ હટાવવામાં અને દટાયેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે. તેમનું કહેવું છે કે કાટમાળ નીચે વધુ 18 લોકો હોઈ શકે છે.

    લશ્કરી શૈક્ષણિક સંસ્થાની ઓછામાં ઓછી 10 રહેણાંક ઇમારતોને નુકસાન થયું હતું.

    મોસ્કોએ આ હુમલા અંગે કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ રશિયાના અગ્રણી લશ્કરી બ્લોગર વ્લાદિમીર રોઝોવે મંગળવારે અહેવાલ આપ્યો હતો કે રશિયાએ પોલ્ટાવામાં એક લશ્કરી શાળા પર હુમલો કર્યો હતો.

    રાષ્ટ્રપતિએ હુમલા બાદ રાહત કાર્યમાં મદદ કરનાર લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

    ઝેલેન્સકીએ હુમલાની સંપૂર્ણ અને તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે. એવું કહેવાય છે કે તમામ આવશ્યક સેવાઓ બચાવ કાર્યમાં સામેલ છે. તેણે પશ્ચિમી સહયોગીઓ પાસેથી વધુ હવાઈ સંરક્ષણ પ્રણાલી અને લાંબા અંતરની મિસાઈલોની સપ્લાયની માંગ કરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply