રશિયા-યુક્રેન યુદ્ધ: રશિયન સેનાના ડેપ્યુટી કમાન્ડરનું યુક્રેનમાં મૃત્યુ
Live TV
-
અત્યાર સુધીમાં 12 વરિષ્ઠ રશિયન અધિકારીઓ મૃત્યુ પામ્યા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાની 14મી આર્મી કોર્પ્સના ડેપ્યુટી કમાન્ડર મેજર જનરલ વ્લાદિમીર ઝાવડસ્કી યુક્રેનમાં માર્યા ગયા હતા. રશિયાએ સોમવારે આની પુષ્ટિ કરી છે.
રશિયાના વોરોનેઝ ક્ષેત્રના ગવર્નર એલેક્ઝાન્ડર ગુસેવે જણાવ્યું કે; "મેજર જનરલ વ્લાદિમીર ઝાવડસ્કીનું અવસાન થયું છે."
તેને એક મોટી ખોટ ગણાવતા રાજ્યપાલે કહ્યું કે, તે એક શિસ્તબદ્ધ અધિકારી હતા જે ટેન્ક કમાન્ડર પણ રહી ચૂક્યા છે. યુક્રેન યુદ્ધ તેના બીજા વર્ષના અંતમાં પહોંચી ગયું છે, જેને રશિયા ખાસ લશ્કરી ઓપરેશન કહે છે.
ઇન્વેસ્ટિગેટિવ ન્યૂઝ આઉટલેટ ઇસ્ટરીઝ અનુસાર, ઝાવડસ્કી એ સાતમા મેજર જનરલ છે. જે રશિયાએ યુદ્ધ શરૂ થયા પછી મૃત્યુની પુષ્ટિ કરી છે.
યુદ્ધ શરૂ થયું ત્યારથી કુલ 12 વરિષ્ઠ અધિકારીઓ મૃત્યુ પામ્યા છે. લશ્કરી વિશ્લેષકો આને યુક્રેનની સફળતા તરીકે જુએ છે.
યુક્રેનિયન વાયુસેનાએ સોમવારે જણાવ્યું હતું કે; "રાત દરમિયાન રશિયા તરફથી 23 ડ્રોન અને 1 ક્રૂઝ મિસાઇલ છોડવામાં આવી હતી." દાવો કર્યો હતો કે, આમાંથી 18 ડ્રોન અને મિસાઇલોને યુક્રેનિયન એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા લક્ષ્ય સુધી પહોંચતા પહેલા જ તોડી પાડવામાં આવ્યા હતા. ટેલિગ્રામ એપ પર કહ્યું કે, 9 પ્રદેશોમાં એન્ટી એરક્રાફ્ટ ડિફેન્સ તૈનાત છે.
બાઈડન વહીવટીતંત્રે સોમવારે યુક્રેનને લશ્કરી અને આર્થિક સહાય માટે $ 10 બિલિયન મંજૂર કરવા માટે તાત્કાલિક ચેતવણીની નોંધ સાથે કોંગ્રેસને પત્ર મોકલ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે, આનાથી યુક્રેનને રશિયન આક્રમણથી બચાવવામાં મદદ મળશે.
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટના નેતાઓને મોકલવામાં આવેલા પત્રમાં અને જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ મદદ વર્ષના અંત પહેલા યુક્રેન સુધી પહોંચે તે જરૂરી છે.