રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અનુસંધાને નેપાળામાં પણ ભારે ઉત્સાહ
Live TV
-
અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અનુસંધાને નેપાળામાં સ્થિત માતા સીતાના પિયર જનકપુરમાં પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અનુસંધાને નેપાળામાં સ્થિત માતા સીતાના પિયર જનકપુરમાં પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નેપાળમાં કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જાનકી મંદિર ટ્રસ્ટના ઉપમહંત રામ રોશનદાસે જણાવ્યું કે, જનકપુરમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામ કથા પાઠ ચાલી રહ્યો છે અને આજે મંદિરમાં 1 લાખ 25 હજાર માટીના દિવડા પ્રગટાવવામાં આવશે. તો, નેપાળથી અયોધ્યા રામ મંદિર ખાતે અનેક ભેટ પણ આપવામાં આવી છે.