લાઓસમાં બિહુ નૃત્ય સાથે PMનું સ્ગાવાગત,ગાયત્રી મંત્રનું થયું પઠન
Live TV
-
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસિયાન-ભારત અને પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા માટે આજે બે દિવસની મુલાકાતે લાઓસ પહોંચ્યા છે. લાઓસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ ગાયત્રી મંત્રનો પાઠ કર્યો. તેમના સ્વાગત માટે બિહુ નૃત્ય પણ કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, “લાઓ PDRમાં સ્વાગત યાદગાર હતું. ભારતીય સમુદાય સ્પષ્ટપણે તેના મૂળ સાથે ખૂબ જ જોડાયેલા છે. લોકોને બિહુ નાચતા અને હિન્દીમાં વાત કરતા જોઈને આનંદ થયો. હું લાઓ PDR પહોંચી ગયો છું. વિશ્વના વિવિધ નેતાઓ સાથે ચર્ચા કરવા આતુર છીએ.
એક્સ હેન્ડલ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકોને ઓટોગ્રાફ આપતા જોવા મળ્યા. તેમણે બાળકોના માથે માથું ટેકવીને સ્નેહ કર્યો. નોંધનીય છે કે પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ લાઓસના પ્રધાનમંત્રી સોનેક્સે સિફાનાડોનના આમંત્રણ પર PM મોદી આજે બે દિવસની મુલાકાતે વિયેન્ટિઆન પહોંચ્યા હતા. લાઓસ ASEANના વર્તમાન અધ્યક્ષ છે, જે દક્ષિણપૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંગઠન છે. આ સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને 19મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે.
હોટેલ ડબલ ટ્રીમાં લાઓસના લોકોએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું અને હિન્દીમાં તેમનું અભિવાદન કર્યું. ભારતીય ડાયસ્પોરા અને લાઓ સમુદાયના લોકોએ પણ ગાયત્રી મંત્રનો પાઠ કર્યો હતો. આ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાઓસના વરિષ્ઠ બૌદ્ધ સાધુઓના આશીર્વાદ સમારોહમાં ભાગ લીધો હતો.
"21મી આસિયાન-ભારત અને 19મી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા માટે લાઓસ જવા રવાના થઈ રહ્યાં છીએ," પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના પર લખ્યું આ એક વિશેષ વર્ષ છે કારણ કે અમે અમારી એક્ટ ઈસ્ટ પોલિસીના એક દાયકાની ઉજવણી કરીએ છીએ, જેણે આપણા દેશને નોંધપાત્ર લાભો આપ્યા છે. મુલાકાત દરમિયાન વિશ્વના વિવિધ નેતાઓ સાથે વિવિધ દ્વિપક્ષીય બેઠકો અને વાર્તાલાપ પણ થશે.