વિશ્વની પ્રથમ માનવ-રોબોટ હાફ મેરેથોન,રોબોટ્સે માણસો સાથે દોડ લગાવી
Live TV
-
ચીનની રાજધાની બેઇજિંગમાં શનિવારે માણસો અને 21 રોબોટ્સ વચ્ચે એક અનોખી હાફ મેરેથોન દોડ યોજાઈ હતી. આ પહેલી વાર હતું જ્યારે આ મશીનો 21 કિલોમીટર (13 માઇલ) ના અંતરે માણસો સાથે દોડ્યા.
આ રેસ બેઇજિંગના દક્ષિણપૂર્વીય યિઝુઆંગ જિલ્લામાં યોજાઈ હતી, જ્યાં ચીનની ઘણી મોટી ટેકનોલોજી કંપનીઓ રહે છે. તેનો હેતુ રોબોટિક્સ અને ટેકનોલોજીની દુનિયામાં ચીનની પ્રગતિ દર્શાવવાનો હતો.
આ રેસમાં ડ્રોઇડઅપ અને નોટિક્સ રોબોટિક્સ જેવી ચીની કંપનીઓના રોબોટ્સે પણ ભાગ લીધો હતો. રેસમાં ભાગ લેનારા કેટલાક રોબોટ્સનું કદ 120 સેમી (3.9 ફૂટ) કરતા ઓછું હતું, જ્યારે કેટલાક 1.8 મીટર (5.9 ફૂટ) સુધી લાંબા હતા.
રોબોટે રેસ 2 કલાક 40 મિનિટમાં પૂર્ણ કરી, જ્યારે માનવે 1 કલાક અને 2 મિનિટનો સમય લીધો. બેઇજિંગ ઇનોવેશન સેન્ટર ઓફ હ્યુમન રોબોટિક્સનો રોબોટ 'ટિઆંગોંગ અલ્ટ્રા' 2 કલાક અને 40 મિનિટમાં રેસ પૂર્ણ કરનાર મશીનોમાં પ્રથમ હતો, જ્યારે માનવ વિજેતાએ રેસ પૂર્ણ કરવામાં 1 કલાક અને 2 મિનિટનો સમય લીધો હતો.
21 કિમી મેરેથોન સૌથી ઓછા સમયમાં પૂર્ણ કરવાનો રેકોર્ડ જેકબ કિપ્લિમો (56 મિનિટ 42 સેકન્ડ) ના નામે છે. જેમ દોડ દરમિયાન માણસોને પાણી પીવાની જરૂર પડે છે, તેમ રોબોટ્સને બેટરી બદલવાની પરવાનગી આપવામાં આવી હતી.