વિશ્વમાં સૌપ્રથમવાર દુબઈમાં યોજાઈ હવાઈ રેસ
Live TV
-
રેસનું આયોજન દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલ અને ધ ગ્રેવિટી કંપની દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યુ હતું.
હવે આકાશમાં પણ માણસોની હવાઈ રેસ...જી હા, તમે અનેક પ્રકારની રેસ વિશે સાંભળ્યુ હશે પણ તમે ક્યારેય આકાશમાં સૌથી ઝડપી ઉડવાની રેસ વિશે સાંભળ્યુ છે ખરુ? નહી ને... દુબઈમાં પ્રથમ વખત હવાઈ રેસનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભાગ લેનારા દરેક સ્પર્ધકોએ જેટ સૂટ પહેર્યા હતા. આ રેસમાં સ્પર્ધકોએ આકાશમાં ઉડાન ભરીને સૌ કોઈને અચંબિત અને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
વિશ્વમાં આ પ્રકારની પ્રથમ રેસ છે. આ રેસનું આયોજન દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલ અને ધ ગ્રેવિટી કંપની દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધાના શુભારંભ દરમિયાન દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ આ ભવ્ય આયોજનના સાક્ષી બન્યા હતા..